Video: ઠપકો મળતાં ધોરણ-8નો વિદ્યાર્થી ઘરેથી નીકળ્યો

સુરતના વરાછામાં ભણવા બાબતે માતાએ ઠપકો આપતાં ધોરણ-8માં અભ્યાસ કરતો કિશોર ઘર છોડીને જતો રહ્યો હતો. શાળા અને ટ્યુશન બાદ મોડો ઘરે પહોંચતાં ઠપકો મળ્યા પછી કિશોર રાત્રે મિત્રના ઘરે રોકાયો હતો. પરિવારની ચિંતાને પગલે વરાછા પોલીસને જાણ કરાતાં તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે કિશોર રિક્ષામાં ઘરે જવા નીકળ્યો ત્યારે પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનની મદદથી તેની શોધખોળ તેજ કરી હતી. પોલીસે ફોન પર પ્રેમપૂર્વક સમજાવી કિશોરને નજીક બોલાવ્યો હતો. ગણતરીના કલાકોમાં કિશોરને હેમખેમ શોધી કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.







