મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: થરાદ ચેકપોસ્ટ પર ચા-પાણી માટે લાંચ માંગ્યાનો વીડિયો વાયરલ, 12 નવેમ્બરે ટ્રક હડતાળની ચીમકી

થરાદ ચેકપોસ્ટ પર ચા-પાણી માટે લાંચ માંગ્યાનો વીડિયો વાયરલ, 12 નવેમ્બરે ટ્રક હડતાળની ચીમકી — સોર્સ: gstv

થરાદ ચેકપોસ્ટ પર ચા-પાણીના નામે લાંચ માંગવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનના એક ડ્રાઇવરે આક્ષેપ કર્યો છે કે પોલીસે લાંચ ન આપતા બિલકુલ વ્યાજબી કારણ વગર તેની ગાડી રોકી હતી અને પરેશાન કર્યો હતો. ડ્રાઇવરે ચેકિંગ માટેનો અધિકૃત ઓર્ડર માંગતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને રક્ઝક થઈ હતી, જેનો લાઇવ વીડિયો ડ્રાઇવરે જ બનાવ્યો હતો. આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને આગામી 12 નવેમ્બરે ટ્રક હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે, જોકે GSTV આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો