Video: છોટાઉદેપુરના બોડેલીમાં જલારામ મંદિરના શૌચાલય પર સરકારી તકતી લગાવી ભ્રષ્ટાચાર, કલેક્ટરના આદેશથી ફફડાટ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા જલારામ મંદિરના કેમ્પસમાં સંસ્થા દ્વારા નિર્મિત શૌચાલય પર સરકારી નાણાં વપરાયાની ખોટી તકતી લગાવી રૂ. 5 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. મંદિર સંસ્થાના આગેવાન જયેન્દ્રભાઇ ઠક્કર દ્વારા સ્થાનિક સ્તરે રજૂઆતોનું પરિણામ ન આવતા જિલ્લા સ્વાગત ઓનલાઈનમાં અરજી કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા કલેક્ટરે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો છે. આ આદેશને કારણે તે સમયના ગ્રામ અને તાલુકા પંચાયતના સત્તાધીશો તેમજ જવાબદાર સરપંચ, તલાટી અને TDOમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જોકે આ મામલો દબાવવા માટે રાજકીય દબાણો પણ થઈ રહ્યા હોવાની ચર્ચા છે.







