મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શાહીબાગ વોર્ડ ભાજપમાં આંતરિક વિવાદના સંકેત, મહિલા કાર્યકર્તાને ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ

શાહીબાગ વોર્ડ ભાજપમાં આંતરિક વિવાદના સંકેત, મહિલા કાર્યકર્તાને ન્યાય નહીં મળ્યાનો આક્ષેપ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદના શાહીબાગ વોર્ડમાં ભાજપની અંદર આંતરિક વિવાદ સામે આવ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. શાહીબાગ વોર્ડ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મહિલા નેતા પાયલ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટના ફોટા વાયરલ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પદાધિકારીઓ સામે ગેરવર્તણૂકના આક્ષેપ

વાયરલ થયેલી હોવાનો દાવો કરાતી આ વોટ્સએપ ચેટમાં પાયલ અગ્રવાલે શાહીબાગ વોર્ડના પદાધિકારીઓ સામે ગેરવર્તણૂકના આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ, મહિલા મંત્રી હોવા છતાં એક મહિલા કાર્યકર્તાને ન્યાય ન મળતો હોવાનો મુદ્દો પણ પોસ્ટમાં ઉઠાવવામાં આવ્યો હોવાનો દાવો છે. આ ઉપરાંત, જો પક્ષ દ્વારા આ મામલે કાયદેસર પગલાં લેવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવાનો સંકેત પણ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પક્ષના વલણ પર સૌની નજર

હવે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા નેતા પાયલ અગ્રવાલે કયા પદાધિકારી કે નેતા સામે આક્ષેપો કર્યા છે? પક્ષના સ્તરે આ મામલે કોઈ તપાસ થશે? અને મહિલા કાર્યકર્તાને ન્યાય અપાવવા માટે ભાજપના નેતૃત્વ દ્વારા શું પગલાં લેવામાં આવશે?

આ સમાચાર શેર કરો