મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં ભારે ગરમી અને જીવાતોના ઉપદ્રવથી પ્રખ્યાત વઢવાણી રીંગણીનો પાક નિષ્ફળ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણના અચાનક પલટા અને કમોસમી ગરમીને કારણે પ્રખ્યાત વઢવાણી રીંગણીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આસો મહિનામાં જ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચી જતાં ગરમ હવામાનના કારણે રીંગણીના પાકમાં મોટા પ્રમાણમાં જીવાતો પડી ગઈ છે. પાકને બચાવવા માટે મજબૂર બનીને ખેડૂતો દર ત્રણ દિવસે મોંઘી દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, તેમ છતાં ગરમીના લીધે રીંગણ બગડી જતાં તેને કૂવામાં ફેંકી દેવાની નોબત આવી છે. એક તરફ માર્કેટમાં રીંગણના યોગ્ય ભાવ મળી રહ્યા નથી અને બીજી તરફ કુદરતી વાતાવરણના કારણે પાક બગડતા ખેડૂતોની સ્થિતિ ‘પડ્યા પર પાટુ’ જેવી કફોડી બની ગઈ છે. નુકસાની વેઠવાનો વારો આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો