મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં 6 લોકોની ધરપકડ, 27 લોકોની અટકાયત

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના પ્રકાશમાં આવ

VIDEO: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં 6 લોકોની ધરપકડ, 27 લોકોની અટકાયત

સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ સેંકડો લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તણાવને જોતા સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી 

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 27 લોકોની અટકાત કરવામાં આવી છે, જેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે ગણપતિ મંડપ પર કથિત રીતે પથ્થર ફેંક્યા હતા.

આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી અને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

27 અન્ય આ ઘટનાને ઉશ્કેરવામાં અને પ્રોત્સાહન આપનારાની અટકાયત


ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, " સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયાના સમાચાર મળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે, અને સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે કોઈ પણ વ્યક્તિ શાંતિ ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાની જાણ થતાં શહેર પોલીસ કમિશનર અને મેયર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મામલો ઉગ્ર બનતાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો

આ સમાચાર શેર કરો