Ahmedabadના ધોળકામાં 6 માસની બાળકી થઈ ગુમ, પોલીસની શોધખોળ ચાલુ
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના ધોળકા તાલુકામાં એક બાળકી ગુમ થઈ હોવા

Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના ધોળકા તાલુકામાં એક બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં કલિકુંડ વિસ્તારમાંથી છ માસની સપના નામની બાળકી ગુમ થઈ છે.
મળતી વિગતો અનુસાર, ધોળકામાં આવેલી શ્રીરામ સોસાયટી પાસે રોડ ઉપર ફુગ્ગા વાળાવ્યક્તિ પરિવાર સૂતો હતો. ફુગ્ગા વેચીને પરિવાર મોડી રાત્રે સૂતો હતો ત્યારે તેમની છ માસની બાળકી ગુમ થતા પરિવાર આફત આવી પડી હતી. બાળક ગુમ થયાની ફરિયાદ પોલીસમાં આપતા ધોળકા પીએસઆઇ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી.
મોડી રાત્રે કોઈ બાઈક સવારો આ છ માસની સપના નામની બાળકીને લઈ ગયા હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઘટનાને પગલે ધોળકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે આજુબાજુની દુકાનો હોટલો સર્કલો સહિતની જગ્યાઓ પર સીસીટીવી ચેક કરી બાળકીને શોધવા ચક્ર ગતિમાન કર્યા છે.






