મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં કામા ગૃપ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી, MDએ નોંધાવી ફરિયાદ

Ahmedabad News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી સતત છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાં એક નામચીન હોટલ સાથે છેત

Ahmedabadમાં કામા ગૃપ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી, MDએ નોંધાવી ફરિયાદ

Ahmedabad News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી સતત છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાં એક નામચીન હોટલ સાથે છેતરપિંડી થવાનો મામલો સામે આવી રહ્યો છે. અમદાવાદમાં કામા ગૃપ સાથે છેતરપીંડી કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ફાયનાન્સ મેનેજર મનીષ વાદી અને કર્મચારી મીઠાલાલ પરમારે ઉચાપત કરી હોવાનું સામે આવી રહ્યું છે. આબુની કામા રાજપુતાનાં ક્બલ એન્ડ રિસોર્ટને લઈને ઉચાપત કરી હોવાની માહિતી મળી છે. ગ્રાહકના બુકિંગનાં રૂપિયાની બારોબાર ઉચાપત કરતા ફરિયાદ નોંધવામાં આવી છે. બેંકના બનાવટી સ્ટેટમેન્ટ બનાવી કંપની સાથે છેતરપિંડી આચરી હતી. 1 કરોડ 70 લાખ 40 હજારથી વધુ રકમની ઉચાપત થતા મેનેજીંગ ડાયરેક્ટર રૂસ્તમ કામાએ EOWમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો