દાહોદઃ 6 નકલી IT અધિકારીએ પાડી રેડ, વેપારી સાથે 25 લાખનો સોદો કરતા 2 ઝડપાયા
નવા વર્ષમાં પણ નકલી અધિકારીઓ ઝડપાવાની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદ જિલ્લાના સ

નવા વર્ષમાં પણ નકલી અધિકારીઓ ઝડપાવાની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદ જિલ્લાના સુખસર ગામે નકલી IT અધિકારી ઝડપાયાની ઘટના સામે આવી છે. દાહોદના સુખસર ગામે નાણા ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. દાહોદના અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને છ જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. કેસ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ અમેરિકામાં ઓવરટાઈમના પૈસા, જાપાનના લોકો 40 કલાક કરે છે કામઃ જાણો દુનિયાભરમાં શ્રમિકોના નિયમો
મળતી માહિતી મુજબ અલ્પેશ પ્રજાપતિની દુકાને 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ દરમિયાન વેપારીના ચોપડા ચેક કરી દાગીના અને ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. જેમાં 2 લાખ રૂપિયા રોકડા લીધા હતા. એ પછી નકલી અધિકારીઓએ નાણા અન્ય જગ્યાએ આપવાની વાત કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટ્યો હતો.
સુખસર પોલીસે નકલી અધિકારી બનીને વેપારીને ધમકાવનારામાંથી અમદાવાદના ભાવેશ બીપીનચંનદ્ર આચાર્ય (રહે.-હાથીજણ અમદાવાદ) તેમજ દાહોદના અબ્દુલ સુલેમાનને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 4 વ્યક્તિઓ ભાગી છૂટ્યા છે. સુખસર પોલીસે એ છ ઇસમો વિરુદ્ધ છેતરપીંડીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






