Gujarat news: રાજ્યની 5674 સરકારી શાળાઓમાં રમતના મેદાન જ નથી, વિદ્યાર્થીઓને રમવું ક્યાં તે જ પ્રશ્ન
ગુજરાતના રમતવીરો રમતગમત ક્ષેત્રે કાઠું કાઢે તે માટે સરકારક પ્રયાસ કરી રહી છે, પણ રમતના મેદાન વગર રમવું ક્યા

ગુજરાતના રમતવીરો રમતગમત ક્ષેત્રે કાઠું કાઢે તે માટે સરકારક પ્રયાસ કરી રહી છે, પણ રમતના મેદાન વગર રમવું ક્યાં એ પ્રશ્ન પણ સર્જાયો છે. વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતી અનુસાર ગુજરાતના એકાદ બે જિલ્લાને બાદ કરતાં મોટાભાગના જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં મેદાન જ નથી, મહત્તવની વાત એ છે કે 24 જિલ્લાઓ એવા છે જ્યાં 100 કરતાં વધુ શાળાઓમાં રમતના મેદાનો નથી.
5674 સરકારી શાળાઓમાં રમતના મેદાન જ નથી
બનાસકાંઠા જિલ્લામાં 586,દાહેદમાં 566 તાપીમાં 321, કચ્છમાં 262, ભરૂચમાં 385, ભાનવનગરમાં 307 શાળાઓમાં મેદાન નથી. રમતને પ્રોત્સાહન આપવા રમે ગુજરાત, ખેલે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ખેલ મહાકુંભ યોજીને લાખો કરોડોનો ધુમાડો કરી સરકારી તાયફા કરવામાં આવે છે, પણ સવાલ એ છે કે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રૂચિ વધે અને શાળા કક્ષાએ જ તૈયારી કરવામાં આવે તો વિદ્યાર્થીએ એક સારો રમતવીર બની શકે છે. પણ આ મેદાન વિના શક્ય નથી.
ક્યાં રમવું એ સવાલ ઉભો થયો છે
ક્યાં રમવું એ સવાલ ઉભો થયો છે, ત્યારે શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સ્પોર્ટસ કીટ આપવા વિચારણ કરી છે. આ સ્પોર્ટસ કીટ પાછળ 30 કરોડનો ખર્ચ નક્કી કર્યો છે. રમતના મેદાનો નથી ત્યારે શાળાઓમાં વ્યાયામ વિષયના પીરીયડમાં વિદ્યાર્થીઓ શું કરતાં હશે તેની કલ્પના કરવી રહી.






