મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : તળાજાના દેવળીયા ગામે વીજળી પડતા 50 વર્ષીય મહિલાનું મોત

Bhavnagar News : બે દિવસ પહેલા ભરૂચના પાદરીયા ગામની સીમમાં 5 લોકો પર વીજળી પડી હતી, જેમાંથ

BHAVNAGAR : તળાજાના દેવળીયા ગામે વીજળી પડતા 50 વર્ષીય મહિલાનું મોત

Bhavnagar News : બે દિવસ પહેલા ભરૂચના પાદરીયા ગામની સીમમાં 5 લોકો પર વીજળી પડી હતી, જેમાંથી 3 લોકોના મોત થયા હતા, તો આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામે વીજળી પડતા 50 વર્ષીય મહિલાનું મોત થયું છે. 

વાડીમાં કામ કરી રહેલી મહિલા પર વીજળી પડી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળીયા ગામે વાડીમાં કામ કરી રહેલી 50 વર્ષીય મહિલા દયાબેન ભીમજીભાઈ મકવાણા પર વીજળી પડતા તેનું મોત થયું હતું.  આ મહિલા બપોરના સમયે વાડીમાં કામ કરી હતી, ત્યારે 1 વાગ્યા આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન આ મહિલા પર વીજળી પડતા મહિલા વાડીમાં જ ઢળી પડી હતી. મહિલાને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જો કે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 

ભરૂચના પાદરીયા ગામમાં વીજળી પડતા 3ના ઘટનાસ્થળે મોત

આ ઘટના બે દિવસ પહેલા 13 ઓક્ટોબરે ઘટી હતી. વાગરાથી મોટરસાયકલ લઇ પોતાના ગામ ચોરદા જતાં માર્ગમાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતા  હબીબભાઈ મલેક તેમના   પુત્ર શકીલ  તેમજ કરણ ગામના મનીષ સુરેશ વસાવા સહિત અન્યો સાથે વરસાદથી બચવા પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનના બ્રિજ નજીક વડના ઝાડ નીચે ઊભા રહ્યા હતા. 

આ દરમિયાન વડના ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ લોકો માંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા તેમજ 2 લોકો દાઝી  ગયા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા. 

પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના તબીબે  હબીબભાઈ મલેક, તેમના પુત્ર શકીલ તેમજ કરણ ગામના મનીષ સુરેશ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે દાઝેલા ઓને વધુ સારવાર માટે ભરુચ ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો