મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ : પાક નિષ્ફ્ળ જતા બાલાગામ 50 વર્ષીય ખેડૂતે કરી આત્મહત્યા

Junagadh News : અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાના કારણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલ

જુનાગઢ : પાક નિષ્ફ્ળ જતા બાલાગામ 50 વર્ષીય ખેડૂતે કરી આત્મહત્યા

Junagadh News : અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જવાના કારણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ 50 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના બાલાગામ (ઘેડ) ગામે રહેતા 50 વર્ષીય ખેડૂત અશોકભાઈ રણછોડભાઈ કુંભાણીએ રાત્રીના પરિવાર ભર ઉંઘમાં હતો ત્યારે દોરડેથી લટકીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 

મૃતક ખેડૂત પાસે 30 વીઘા જમીન હતી. ચાલુ વર્ષે પહેલા અતિવૃષ્ટિ અને બાદમાં કમોસમી વરસાદથી એમ બે વાર પાક નિષ્ફળ જવાને કારણે મૃતક ખેડૂત આર્થિક સકડામણમાં ફસાઈ ગયા હતા અને સતત ચિંતામાં રહેતા હતા.  

ખેડૂતે ગળાફાંસો આઈને આપઘાત કરી લેતાં તેની પત્ની તેમજ સગીર દીકરો અને દીકરી એમ ઘરના ત્રણ સભ્યો નોંધારા બની ગયા છે. ઘરના મોભીની વિદાઈથી પરિવારમાં ગમગીની વ્યાપી છે. નિરાધાર ખેડૂત પરીવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો