મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં ફસાઈ, 50 ટકા સ્ટાફ જ નથી RTIમાં થયો ખુલાસો

રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદોનું પર્યાય બની ચૂકી હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવતા

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં ફસાઈ, 50 ટકા સ્ટાફ જ નથી RTIમાં થયો ખુલાસો

રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદોનું પર્યાય બની ચૂકી હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવતા રહે છે.  કોંગ્રેસના પ્રવક્તા તેમજ વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

રજીસ્ટ્રાર જેવી મહત્ત્વની પોસ્ટ પર હાલ ઇન્ચાર્જ વ્યક્તિઓ કાર્યરત

રોહિત રાજપૂત દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, કુલપતિ, રજીસ્ટ્રાર જેવી મહત્ત્વની પોસ્ટ પર હાલ ઇન્ચાર્જ વ્યક્તિઓ કાર્યરત છે. તો સાથે જ શૈક્ષણિક સ્ટાફમાં 44 ટકા, બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ-4 માં 80 ટકા, વર્ગ 3 માં 77 ટકા તેમજ વર્ગ-2 માં 42 ટકા જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.

બિન શૈક્ષણિક સ્ટાફમાં 80 ટકા, વર્ગ 3 માં 77 ટકા તેમજ વર્ગ-2 માં 42 ટકા જગ્યા ખાલી

યુનિવર્સિટીનો વહીવટ કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો હોવાના કારણે વિવાદો સર્જાતા રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવા, પેપરમાં છબરડાઓ સામે આવવા તેમજ ભ્રષ્ટાચાર જેવા વિવાદો સામે આવતા રહે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદિત યુનિવર્સિટી બની ગઈ હોય તે પ્રકારનો માહોલ હાલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો