મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કડક નિયમ અને તોતિંગ ટેક્સને પગલે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારોમાં 50%નો ઘટાડો

“હુઈ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો...' આ જાણીતી ગઝલના શબ્દો હાલ ગુજરાતમાં

કડક નિયમ અને તોતિંગ ટેક્સને પગલે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારોમાં 50%નો ઘટાડો

 “હુઈ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો...' આ જાણીતી ગઝલના શબ્દો હાલ ગુજરાતમાં લિકર પરમિટ મામલે બરાબર લાગુ પડે છે. ગુજરાતમાં લિકર પરમિટના અરજદારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 6 મોટા શહેરમાંથી 7440 જ્યારે 2024માં માત્ર 3499ને નવી પરમિટ આપવામાં આવી છે. 

દારૂ પીવા માટે 6 પ્રકારની પરમિટ મળે છે

ગુજરાતમાં હાલ દારૂ પીવા માટે 6 પ્રકારની પરમિટ મળે છે. જેમાં હેલ્થ પરમિટમાં સ્વાસ્થ્યને આધારે ‘દવા’ તરીકે  જરૂરી હોય તેવી વ્યક્તિને પરમિટ અપાય છે. હંગામીમાં કામચલાઉ-ટુરિસ્ટમાં એક મહિના, રાજ્ય બહારની વ્યક્તિને 7 દિવસ જ્યારે ગ્રૂપ પરમિટમાં વિદેશી નાગરિકને કોન્ફરન્સ માટે પરમિટ આપવામાં આવતી હોય છે. મેડિકલમાં જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાલ પરમિટ આપવા પણ જોગવાઇ છે. 

તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ

ગુજરાતમાંથી અનેક લોકો તણાવ, અનિદ્રા જેવી બીમારીનું કારણ બતાવીને હેલ્થ પરમિટ લેતા હોય છે. ગુજરાતમાં હાલ અંદાજે 43 હજારથી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024માં જે શહેરમાંથી દારૂની પરમિટ માટે સૌથી વધુ નવીપરમિટ અપાઈ છે તેમાં સુરત 703 સાથે મોખરે છે. સુરતમાં 2023માં 1143ને દારૂની પરમિટ આપવામાં આવી હતી. સુરતમાં અંદાજે 12,500થી વધુ લોકો પાસે દારૂની પરમિટ છે. 

પરમિટ શોપમાં દારૂ પર 65 ટકાનો ટેક્સ

વર્ષ ૨૦૨૪માં દારૂની સૌથી વધુ પરમિટ અપાઈ હોય તેમાં અમદાવાદ 332 સાથે બીજા સ્થાને છે. અમદાવાદમાં વર્ષ 2023માં દારૂની પરમિટ મેળવનારા 1033 હતા. દારૂની પરમિટમાં થયેલા ઘટાડા અંગે જાણકારોનું માનવું છે કે, પરમિટ શોપમાં દારૂ પર 65 ટકાનો ટેક્સ લેવામાં આવે છે. જેના કારણે દારૂની કિંમત ઘણી વધી જાય છે. આ ઉપરાંત કડક નિયમોને કારણે પણ પરમિટધારકોમાં ઘટાડો નોંધાયો છે. દારૂની પરમીટ માટે અરજદારે સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે. વર્ષ 2021માં રિન્યુ સહિત 3743 લોકો, 2022માં રિન્યુ સહિત 3079 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4103 લોકોએ દારુની પરમિટ લીધી છે.

આ સમાચાર શેર કરો