સુરતમાં 5 વર્ષની બાળકીને મગજની મોયા મોયા બીમારીમાંથી મુક્તિ, 8 કલાકની લાંબી સર્જરી બાદ મળ્યું નવું જીવન
સામાન્ય રીતે હદયની બીમારીને પગલે બાયપાસ સર્જરી થતી હોય તે હવે નવાઈની વાત રહી નથી. મોટા ભાગના દર્દીઓ આ સર્જર

સામાન્ય રીતે હદયની બીમારીને પગલે બાયપાસ સર્જરી થતી હોય તે હવે નવાઈની વાત રહી નથી. મોટા ભાગના દર્દીઓ આ સર્જરી કરાવે છે. પણ મગજની બાયપાસ સર્જરી એ પણ પાંચ વર્ષની બાળકીની ભાગ્યે જ થાય છે. ભારત તેમજ વિદેશમાં ખુબ ઓછી જગ્યાએ આ સર્જરી શક્ય છે, ત્યારે સુરતમાં પહેલીવાર મગજની બાયપાસ સર્જરી નાની ઉંમરની બાળકીમાં કરવામાં આવી છે. આઠ કલાકની સર્જરી બાદ બાળકીને નવું જીવન મળ્યું છે.
બોલવા-દેખાવાનું બંધ થવા લાગ્યું
કચ્છમાં રહેતી પાંચ વર્ષની બાળકી શિવાંશી ને 2 વર્ષની ઉમરથી જમણું અંગ કમજોર થતું જવું, બોલવાનું બંધ થઇ જવું, દેખાવાનું બંધ થઇ જવું, ખાતી પીતી વખતે પાણી અને ખાવાનું મોઢામાંથી પડી જવું તેવી બીમારી હતી. સુરતમાં રહેતા તેણીના મામાએ ભાણેજ શિવાંશી અને માતા-પિતાને સિમ્સ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. મેહુલ બાલધા પાસે તપાસ કરાવવાની સલાહ આપતા તેઓ સુરતમાં તપાસ માટે આવ્યા હતા. ડો.મેહુલ બાલધા અને ડો. જતીન માવાણી ની સારવાર તપાસમાં શિવાંશીને મગજની મોયા મોયા નામની બીમારી હોવાનું તપાસમાં આવ્યું હતું. બાદમાં ડોક્ટરે શિવાંશીની મગજની બાયપાસ સર્જરી કરવાની પરિવારને સલાહ આપતા તેઓ સહમત થયા હતા.
હેમરેજ થવાની સંભાવના હતી
તબીબો સહિતની ટીમ દ્વારા હૃદયમાં જે રીતે બાયપાસ કરવામાં આવે, એ રીતે મગજમાં બાયપાસ કરવામાં આવ્યું હતું. સર્જરી સમયે નરી આંખેના ના જોઈ શકાય એટલી પાતળી રક્તવાહિનીઓને જોડવામાં આવે છે, જેના માટે વાળ કરતા પણ પાતળો દોરો વાપરવામાં આવતો હોય છે. સાથે ઓપેરશન દરમિયાન મગજનો ભાગ લોહી મળ્યા વગર કામ કરતો બંધ ના થાય એ ધ્યાન રાખવું પડે છે. જો આ ઓપેરશન સફળ ના થાય તો બ્રેઈન સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજ થવાની સંભાવના રહેતી હોઈ છે. 8 કલાકની સર્જરી સફળ કરીને બાળકીને નવજીવન આપ્યું હતું.
મગજની મોયા મોયા નામની બીમારી શું છે ?
મગજને લોહી પૂરું પાડતી નળી ધીમે ધીમે સાંકડી થવાને લીધે મગજને પૂરતું લોહી નહિ મળતા મોયા મોયા બીમારી થાય છે. જેમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જેના લીધે તેને હાથ પગમાં પેરાલીસીસ, આંખ ની દ્રષ્ટિ માં સમસ્યા અને બોલવામાં સમસ્યા જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આ માટે બાયપાસ એ જટિલ પરંતુ શ્રેષ્ઠ સારવાર ગણાય છે. સારવારમાં તબીબોએ માથાની ચામડીમાંથી રક્તવાહિની છૂટી પાડીને તેને મગજની રક્તવાહિની સાથે જોડવાની હોય છે. સુરતમાં આ ઓપરેશન ડો.મેહુલ બાલધા અને ડો. જતીન માવાણી દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું છે.








