મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી સામુહિક આત્મહત્યા

ગુજરાતના બગોદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

Gujarat news: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી સામુહિક આત્મહત્યા

ગુજરાતના બગોદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. બગોદરા એસટી સ્ટેન્ડ પાસે રહેતા પરિવારને આ પગલું ભર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પરિવારમાં પિતા, માતા અને ત્રણ બાળકો હતા.

મૃતકોના નામ

વિપુલભાઈ કાનાજીભાઈ વાઘેલા  ઉવ ૩૪
સોનલબેન વિપુલભાઈ વાઘેલા ઉવ ૨૬
સિમરન વિપુલ ભાઈ વાઘેલા ઉવ ૧૧
મયુર વિપુલભાઈ વાઘેલા ઉવ ૦૮
પ્રિન્સી વિપુલભાઈ વાઘેલા ઉવ ૦૫

પરિવારનો મોભી ચલાવતો હતો રિક્ષા

 આપઘાત કરનાર પરિવાર મૂળ ધોળકાનો હતો. આ દેવીપૂજક પરિવાર ફક્ત એક મહિના પહેલા ધોળકાથી બગોદરા વસવાટ કરવા આવ્યો હતો. પરિવારનો મોભી રિક્ષા ચલાવીને તમામનું ગુજરાન ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર પરિવારે શા માટે આત્મહત્યા કરી તે સામે આવ્યું નથી.

ત્રણ બાળકો સગીર હતા

મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર ઘટનાની જાણ સ્થાનીકોએ પોલીસને કરી હતી. ઘટનાની જાણથતાં જ બગોદરા પોલીસ SSP, LCB,SOG ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જોકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું નક્કર કારણ સામે આવ્યું નથી કે કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.

આ સમાચાર શેર કરો