મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમિત ખૂંટ આત્મહત્યા મામલો: પોલીસે સગીરાની મહિલા વકીલ સામે નોંધી ફરિયાદ, જાણો શું છે સમગ્ર બાબત

અમિત ખૂંટ આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં ગોંડલ પોલીસે ફરિયાદ નોં

અમિત ખૂંટ આત્મહત્યા મામલો: પોલીસે સગીરાની મહિલા વકીલ સામે નોંધી ફરિયાદ, જાણો શું છે સમગ્ર બાબત

અમિત ખૂંટ આત્મહત્યા મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં ગોંડલ પોલીસે ફરિયાદ નોંધી છે. મળતા અહેવાલ પ્રમાણે અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાની વકીલ સામે પોલીસે જ ફરિયાદ દાખલ કરી છે.

મહિલા વકીલની મુશ્કેલી વધશે

મહિલા વકીલ ભૂમિ પટેલની મુશ્કેલી વધશે, ગોંડલ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મહિલા વકિલે સગીરાની ઓળખ છતી કરી હતી.

2012  પોકસો અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ ફરિયાદ નોંધી

આ મામલે પોલીસે બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતા અધિનિયમ 2012  પોકસો અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ ફરિયાદ નોંધી હતી. કોર્ટમાં ફરિયાદ બાદ વકીલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, જેમાં સગીરાની ઓળખ છતી થઈ હતી.

અમિત ખૂંટે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું રીબડાનું નામ

રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમીત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી રાજકીય રંગ લાગતા મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

આ સમાચાર શેર કરો