મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodaraમાં ભારે આતંક મચાવનાર ચૂઈ ગેંગના 5 સભ્યો પોલીસને ઝબ્બે, 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા

Vadodara News: વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઉભી કરવા માંગતી પાણીગેટની ચૂઈ ગેંગ સામે પોલીસે ગુજસીટોક

Vadodaraમાં ભારે આતંક મચાવનાર ચૂઈ ગેંગના 5 સભ્યો પોલીસને ઝબ્બે, 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા

Vadodara News: વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઉભી કરવા માંગતી પાણીગેટની ચૂઈ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. ચૂઈ ગેંગના સૂત્રધાર સૂરજ કહાર ઉર્ફે ચૂઈ સહિતના પાંચ સાગરીતોને પોલીસે કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગેંગ અત્યાર સુધીમાં હત્યા, હત્યાની કોશિશ,  મારમારી, ખંડણી, અપહરણ, લૂંટ તથા  ચેઈન સ્નેચિંગ જેવા 128 ગુનામાં સામેલ હતી. શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઉભી થયેલી પાણીગેટ ની ચૂઈ ગેંગે માથુ ઉંચક્યું હતુ. આ ગેંગમાં શામેલ શખ્સો અગાઉ ગંભીર પ્રકારની ગુનાઓમાં સામેલ હતા. ત્યારે વડોદરા પોલીસે વધુ એક ગેંગને ડામવા માટે Gujctoc નું શસ્ત્ર ઉગામ્યું છે. માથાભારે ચૂઈ ગેંગ માથું ઉંચકતા પોલીસે  કાર્યવાહી કરી હતી.

શહેરમાં તાજેતર માંજ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો. જેમાં આ ગેંગના કેટલાક શખ્સો સામેલ હોવાનું સામે આવ્યું હતું. દિવસેને દિવસે શહેરમાં આ ચૂઈ ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે ચૂઈ ગેંગના માથાભારે કૃણાલ કહાર (હાલ જેલમાં), સુરજ કહાર ઉર્ફે ચુંઇ સૂત્રધાર, પ્રદિપ ઠક્કર ઉર્ફે જાડિયો,  રવિ માછી, દિપક કહાર અને પાર્થ બ્રહ્મભટ્ટ અને અરુણ માછી સામે પાણીગેટ પોલીસે Gujctoc હેઠળ ગુનો નોંધ્યો છે.

ટોળકીએ વડોદરા સિવાય અન્ય જીલ્લાઓમાં ગુના આચર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ સુત્રના જણાવ્યા અનુસાર, આ ટોળકી છેલ્લા દસ વર્ષમાં 128 જેટલા ગુના આચરી ચૂકી છે, ગેંગની કોલ ડિટેલની તપાસ કરવાની છે, ચૂઈ ગેંગ બનાવી ઓર્ગેનાઈઝ ક્રાઇમ કર્યા છે જેની તપાસ કરવાની હોઈ પોલીસે સૂત્રધાર સહિત પાંચ લોકોને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ સમાચાર શેર કરો