સાબરકાંઠામાંથી 5 લાખનો પોશડોડાનો જથ્થો ઝડપાયો, રાજસ્થાનથી નશીલો પદાર્થ ઘુસાડવાનું ષડયંત્ર
સાબરકાંઠા જિલ્લામાં નસીલા પદાર્થ પોસ ડોડા ઝડપાયા છે. રાજસ્થાનથી ગુજરાતમાં પોસ્ ડોડા ઘુસાડવાનું ષડયંત્રનો પ

સાબરકાંઠા જિલ્લામાં નસીલા પદાર્થ પોસ ડોડા ઝડપાયા છે. રાજસ્થાનથી ગુજરાતમાં પોસ્ ડોડા ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે.ખેરોજથી લાંબડીયા તરફ જતાં ખાખરીયાની મહુડી પાસે પોલીસને મળી મોટી સફળતા મળી છે. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ગાડી રોકતા ગાડી ચાલક ફરાર થતાં પોલીસ પીછો કરી શંકાસ્પદ ગાડીને પકડી લેવા સફળ રહી છે. પાંચ લાખથી વધુનો નસીલો પદાર્થ ઝડપાયો છે.
ખેરોજ પોલીસે અંતરિયાળ વિસ્તારમાંથી એક કારને ઝડપી પાડી હતી. ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો. આ ગાડીની અંદરથી નશીલા પદાર્થોનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. પોશડોડાનો ભૂકો મળતા ચકચાર મચી ગઈ હતી. જપ્ત કરાયેલ પોશડોડાની કિંમત પાંચ લાખથી વધુની છે. ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત દસ લાખથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે.
જણાવી દઈએ કે અગાઉ ઇડર વડાલી તાલુકામાં બે અલગ અલગ જગ્યાએથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડાયો હતો. આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. ખેરોજ પોલીસની ટીમ હાલ આરોપીઓની શોધ માટે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં પણ નશાના ધંધા સામે ચિંતાનો માહોલ છે.






