મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 4.55 કરોડના અસલી હીરાની જગ્યાએ વેપારીની નજર ચૂકવીને ડુપ્લિકેટ ડાયમંડ પધરાવાયો

ડાયમંડનગરી સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા તૈયાર થાય છે. સાથે જ હવે સીવીડી હીરા પણ

સુરતમાં 4.55 કરોડના અસલી હીરાની જગ્યાએ વેપારીની નજર ચૂકવીને ડુપ્લિકેટ ડાયમંડ પધરાવાયો

ડાયમંડનગરી સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા તૈયાર થાય છે. સાથે જ હવે સીવીડી હીરા પણ સુરતમાં બની રહ્યાં છે. ત્યારે અસલી અને લેબમાં બનેલા હીરાને લઈને ભારે ઘાલમેલ થતી હોય તેવા બનાવોમાં સૌથી મોટી છેતરપિંડી સામે આવી છે. જેમાં 4.55 કરોડના હીરાની જગ્યાએ વેપારીની નજર ચૂકવીને ડુપ્લિકેટ ડાયમંડ પધરાવી દીધો હતો. જો કે, ઓરિજનલ હીરો વેચાય તે અગાઉ જ આરોપીઓ દબોચાયા હતાં. જ્યારે માસ્ટર માઈન્ડ હજુ પકડથી દૂર છે. 

10.08 કરેટનો ડી કલરનો હીરો હતો

મહિધરપુરા હીરાબજાર એલબી ચાર રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યો હતો. બાદમાં સોદો કરી વેપારીની નજર ચુકવી 10.08 કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવીડી હીરો મુકી સેમાંથી રૂપિયા લઈને આવું છું. હોવાનું કહી હીરો લઈ મોબાઈલ બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હીરો સર્ટીફાઈડ હતો

ખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેપનેટ સાઈટ પર જીઆઈએ સર્ટીફાઈડ હીરો 10.80 કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો જેનો જીઆઈટી ગ્રેડીંગ વાળો હીરો વેચાણ અર્થે મુક્યો હતો. આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહીતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો. ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તા 8 જૂનના રોજ મૂળ માલીક યોગેશભાઈ પાસેથી હીરો જાગંડ પર હીરો લઈ હિતેશ પુરોહીતને તેની ઓફિસમાં બતાવ્યો હતો. હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત કરતા અક્ષતે ના પાડી હીરો પરત તેના મુળ માલીકને આપી દીધો હતો. જોકે, ત્યારબાદ 25મીના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો લઈને હિતેશ આવી વેચાણ કરવા માટે પુરોહિતની ઓફિસે ગયા હતા.

હીરાની રિક્વરી કરાઈ

ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ફરિયાદ દાખલ થતા આજે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રાજસ્થાન પાલનપુર મુંબઈ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિત અને દલપત પુરોહિત સહિત સુરેશ પુરોહિત સામેલ હતા. આ તમામ લોકો હીરાને સગેવગે કરવા માંગતા હતા. હાલ 100 ટકા હીરાની રિકવરી કરવામાં આવી છે. દલપતના ઘરેથી હીરાની રિકવરી કરવામાં આવી હતી. આ હીરાની ચકાસણી પણ કરાઈ છે. આ લોકો હીરા વેચે તે પહેલા આજે પોલીસે તેમની ધરપકડ કરી છે. જો કે, મુખ્ય આરોપી ક્યાં છે. તે અંગેની તપાસ હાલ ચાલુ છે.

આ સમાચાર શેર કરો