મંદીમા સપડાયેલા હીરા ઉદ્યોગની અવદશા, આર્થિક સ્થિતિ પાયમાલ થતાં 45 રત્નકલાકારોની આત્મહત્યા
વૈશ્વિક સ્તરે ચમક દમક ધરાવતો હીરા ઉદ્યોગ નાજુક ક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કથળતી જતી આર્

વૈશ્વિક સ્તરે ચમક દમક ધરાવતો હીરા ઉદ્યોગ નાજુક ક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કથળતી જતી આર્થિક સ્થિતિ અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા રત્નકલાકારોનું જીવન વેન્ટિલેટર ઉપર મુકાયું છે. બે છેડા ભેગા કરવા મથામણ કરી હતાશ થઈ ચૂકેલા ૪૫ રત્નકલાકારોએ વિતેલા એક વર્ષમાં સફેદ ચાદર ઓઢી લીધી છે. તો, હજારો રત્નકલાકારો બીજા પાસે હાથ લંબાવવા મજબૂર થવું પડયું છે.
૧૦૦થી વધુ રત્નકલાકારોનું કાઉન્સેલિંગ કરાયું
રોજગારી ગુમાવનારા રત્નકલાકારો માનસિક તાણનો ભોગ બની રહ્યાં છે. નકારાત્મક વિચારોથી હતાશાની ગર્તામાં ધકેલાઈ રહ્યાં છે. ચારેતરફથી નિરાશ સાંપડી રહી હોય ડિપ્રેશનનો ભોગ બનેલા રત્નકલાકારોમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ થઈ રહ્યું છે. અત્યાર સુધી ૧૦૦થી વધુ રત્નકલાકારો તેમની મુશ્કેલીમાંથી માર્ગ શોધવા માટે કાઉન્સેલિંગ કરાવી ચૂક્યા હોવાનું નોંધાયું છે.
કાઉન્સેલિંગ કરાયું
બાળકોનું શિક્ષણ હોય કે ઘરનું કરિયાણું મેળવવા રીતસર સંઘર્ષ કરી રહ્યોં છે. આમ છતાં સરકારના પેટનું પાણી હજી હલ્યું નથી. હીરાઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીએ રત્નકલાકારોના જીવનમાં અંધારૂં કરી નાંખ્યું છે. સામાજિક, શૈક્ષણિક, પારિવારીક અને સ્વૈચ્છિક ચારેય મોરચે ધોવાણ થયું છે. નજીકના ભવિષ્યમાં ઉદ્યોગ મંદીના ખપ્પરમાંથી બહાર નીકળશે તેવી કોઈ ઉજળી આશા દૂર દૂર સુધી દેખાતી નથી. પાંચ દાયકાની સૌથી ઘેરી મંદીનો ઓછાયો હીરા ઉદ્યોગના કોર્પોરેટ હાઉસને પણ ધ્રુજાવી ચૂક્યો છે. સ્ટાફની સંખ્યા ઘટાડી કે વિભાગો બંધ કરી કારીગરોને છૂટા કરી દેવામાં આવી રહ્યા છે. બાકી પગારને મુદ્દે રત્નકલાકારો લડત ચલાવી રહ્યાં છે. તો, જવાબદારીઓનો બોજ ઉપાડવામાં હતાશ. થઈ ચૂકેલા રત્નકલાકારો આત્યંતિક પગલું ભરી રહ્યાં છે. ડાયમંડ વર્કરોની વ્હારે એસોસિયેશન આવીને ઊભું
રત્નકલાકાર પરિવારને મદદ
૩૫૦થી વધુ રત્નકલાકારોને વિવિધ મદદ કરાઈ હીરાઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારો અને તેમના પરિવારની ચિંતા કરતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અત્યાર સુધીમાં ૩૫૦ લોકોને વિવિધ પ્રકારે મદદ કરવામાં આવી છે. બાળકોની શિક્ષણ ફૌ, અનાજની કીટ, મેડિકલ સહાય કે પછી બાકી પગારની રકમ પરત અપાવવામાં એસોસિયેશન દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે. આ પ્રયત્નોને કારણે રત્નકલાકારોના ૫૦થી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય આગળ વધી શક્યું છે. તો, પરિવારના સભ્યો માટે બે ટાઈમના ભોજન માટે મહોતાજ બનેલા ૧૦૦ જેટલા રત્નકલાકારોને અનાજની કીટ કહો કે કરિયાણું અપાવવામાં એસોસિયેશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
રત્નકલાકારોના વધતા આપઘાત
બેરોજગારી-આર્થિક સંકટને કારણે આપઘાત કરનારાઓની યાદી રહ્યું છે. એસોસિયેશનના રેકર્ડ ઉપર વિતેલા એક વર્ષ દરમિયાન આપઘાત કરનારા રત્નકલાકારોની સંખ્યા ૪૫ નોંધાઈ છે. આર્થિક કારણોથી હતાશ થયેલા કે બેરોજગારીને કારણે માનસિક તાણ અનુભવી રહેલા રત્નકલાકારોએ હતાશ થઈ જીવનલીલા સંકેલી લીધી છે. રત્નકલાકારો સફેદ ચાદર ઓઢી લેવા મજબૂર થયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી આ ગંભીર પ્રશ્ને એક શબ્દ સુધ્ધા ઉચ્ચારવામાં આવ્યો નથી. જેને પગલે રત્નકલાકારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.સંખ્યાબંધ રત્નકલાકારો રોજગારી અને પરિવારની ચિંતામાં અન્ય નોકરી ધંધા તરફ ડાયવર્ટ થઈ ચૂક્યા છે. એસોસિયેશનના જણાવ્યા મુજબ એક વર્ષમાં ૪૫ તો વિતેલા ૧૬ માસમાં ૬૫થી વધુ રત્નકલાકારોએ અકાળે જિંદગી સમાપ્ત કરી દીધી હોવાનું નોંધાયું છે.
આપઘાત કરનારા રત્નકલાકારો
સંદીપ કુાવડીયા, રીતેશ શાહ, હરીશ તડેકર, હાર્દિક ખૂંટ રોહિત શર્મા, દિનેશ ચૌધરી, નિલેશ તલાવીયા, મેહુલ ચૌહાણ, મહેશ મેર, રાજેશ માણીયા, પીયુષ વાઘેલા, નિલેશ ગઢીયા, મેહુલ તળપદા, દિલીપ ધોડકે, હિરેન સુતરીયા, પરીક્ષિત સુતરીયા, ધર્મેશ તલાટ, સુરેશ ડોડીયા, દીપક ખુમાણી, ગણેશ ધોળકીયા, જયદીપ અસલાલિયા, નમન અદાણી, જીતેન્દ્ર શાહ, જ્ઞાનેશ્વર વિનાયક, રાકેશ પાટીલ, લાલજી કરડવા, વિશ્વજીત ગોહિલ, કાંતિભાઈ રાવલ, વીરેન્દ્ર રૈયાણી, વિપુલ સલોડીયા, સંદીપ પાટીલ, સોનુસિંહ રાજેન્દ્રસિંહ, પરેશ ગોહિલ, સુબાકર પાટીલ, નિકુંજ ટાંક, પ્રકાશ વાઘાણી, ભીખાભાઈ પરષોત્તમભાઈ, જતીન ચાવડા, ધનસુખ રાવલ, અમરકાંત રાજેશભાઈ, સંજય મકવાણા, હરીશ રાઠોડ, રામસિંગ રામ જમુના સિંગ, ધીરૂભાઈ વાસાણી, બીપીન ગાબાણી








