બાવળામાં જનતારેડમાં નશાકારક સીરપની 404 બોટલ ઝડપાઈ, અમદવાદ ગ્રામ્ય પોલીસની આબરૂના ધજાગરા
404 bottles intoxicating syrup seized from Nanodara village in Bavla | Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં દિન પ્રતિદિન નશાકારક કફ સીરપના વેચાણનું પ્રમાણ વધી

Ahmedabad News : અમદાવાદ જિલ્લામાં દિન પ્રતિદિન નશાકારક કફ સીરપના વેચાણનું પ્રમાણ વધી રહ્યું છે. બાવળા તાલુકાના નાનોદરા ગામે હાઇવે પર આવેલ એક દુકાનની પાછળ ઓરડીમાં ગામ લોકોએ જનતા રેડ કરતા મોટી માત્રામાં નશાકારક કફ સીરપ અને સાદી સોડાની બાટલીઓ મળી આવી હતી.
જનતાએ રેડ પાડતા અને મોટી માત્રામાં નશાકાર કારક કફ સીરપનો જથ્થો મળી આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરીના આબરૂના ધજાગરા ઉડ્યા છે. આ બનાવવાની તપાસ ધોળકા પોલીસને સોંપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમા રામાબેન લક્ષ્મણભાઈ કોળી પટેલ, ફારૂક ઉર્ફ લાલો ખલીફા અને પીન્ટુભાઇ રાવળ એમ ત્રણ ની વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબ કેરાળા GIDC પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા નશાકારકારક સીરપની કુલ 404 નંગ બોટલ કુલ કિંમત 65044 નો મુદ્દામાલ કબજે પણ લેવામાં આવ્યો છે.
પરંતુ મોટી માત્રામાં નશાકારનો જથ્થો જનતા રેડમાં મળી આવતા અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કેમકે આ નશાકારક કફ સીરપ ને ઝડપી પાડવા નું કામ મોટેભાગે અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ-SOGનું છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પણ શંકાના ઘેરામાં જોવા મળી રહી છે.






