Ahmedabad news: વીએસ હોસ્પિટલના 40 સ્ટાફ નર્સની અવળચંડાઈ, કમિશનરનો આદેશ છતાં અન્ય હોસ્પિટલોમાં હાજર થતાં નથી
અમદાવાદની વીએસ હોસ્પિટલની 40 સ્ટાફ નર્સ મ્યુનિસિપલ કમિશનરન

અમદાવાદની વીએસ હોસ્પિટલની 40 સ્ટાફ નર્સ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કમિશનરે પહેલી ડિસેમ્બરથી આ નર્સ સ્ટાફને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર અપાઈ હતી. પરંતુ તેઓ હજુ સુધી હાજર થયા નથી. મહત્વનું છે કે વીએસ હોસ્પિટલમાં ઓછા દર્દી હોવાથી દરેક સ્ટાફ નર્સને ત્રણ-ત્રણ મહિને વારાફરતી ટ્રાન્સફર કરાય છે.
ત્રણ-ત્રણ મહિને વારાફરતી કરાય છે ટ્રાન્સફર
અમદાવાદમાં વીએસ હોસ્પિટલની 40 સ્ટાફ નર્સની અવળચંડાઈ સામે આવી છે. પહેલી ડિસેમ્બરથી આ નર્સ સ્ટાફને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર અપાઈ હતી. પરંતુ તેઓ હજુ સુધી હાજર થયા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પણ નર્સિંગ સ્ટાફ એલજી અને શારદાબેન હોસ્પિટલમાં હાજર થયા નહીં. અને વીએસ હોસ્પિટલમાં જ મેટર્ન પાસેથી બળજબરીથી ચોપડો છીનવી હાજરી પૂરી રહ્યા છે. 40 જેટલા સ્ટાફ નર્સના ઘરે રજીસ્ટરએડીથી નોટિસ મોકલાઈ તો પણ એક પણ સ્વીકારાઈ નહીં. મહત્વનું છે કે વીએસ હોસ્પિટલમાં ઓછા દર્દી હોવાથી દરેક સ્ટાફ નર્સને ત્રણ-ત્રણ મહિને વારાફરતી ટ્રાન્સફર કરાય છે. વીએસ હોસ્પિટલની સ્ટાફ નર્સ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.






