મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ અને જેતપુર St ડેપો મેનેજર સહિત 4 સસ્પેન્ડ, બેદરકારીથી બસોનો થયો હતો અકસ્માત

જુનાગઢ અને જેતપુર એસટી ડેપોમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઈવરો અને મુસાફરોની ફરિયાદના આધારે

જુનાગઢ અને જેતપુર St ડેપો મેનેજર સહિત 4 સસ્પેન્ડ, બેદરકારીથી બસોનો થયો હતો અકસ્માત

જુનાગઢ અને જેતપુર એસટી ડેપોમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રાઈવરો અને મુસાફરોની ફરિયાદના આધારે ચાર અધિકારીઓ સામે કડક પગલા લેવાયા છે.

જુનાગઢના ડેપો મેનેજર સહિત હેડ મેકેનિક સસ્પેન્ડ

જુનાગઢના ડેપો મેનેજર વી.એમ. મકવાણા અને વર્કશોપના હેડ મેકેનિક આનંદ પરબિયા તેમજ જેતપુરના ડેપો મેનેજર રામકુભાઈ ગીડા અને હેડ મેકેનિક કિશોર સાગઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસમાં સામે આવ્યું હતું કે અમુક બસોમાં ટાયરો બદલવાની જગ્યાએ જૂના ટાયરો જ લગાવવામાં આવતા હતા. બ્રેકફેલ જેવી સ્થિતિ હોવા છતાં બસો ડ્રાઈવરોને સોંપવામાં આવતી હતી. થોડા દિવસ પહેલા ઝાંસીના સર્કલ પાસે અને માંડણપર વિસ્તારમાં બ્રેકફેલના કારણે અકસ્માત બન્યો હતો.

આ સમાચાર શેર કરો