Video: અમદાવાદમાં એસટી સ્ટેન્ડની પોલીસ ચોકીમાં યુવકે કરી તોડફોડ
અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં એક યુવકે તોડફોડ કરી હતી. પોલીસની સ
અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં એક યુવકે તોડફોડ કરી હતી. પોલીસની સામે ભૂરા દાદા નામના ઇસમે તોફાન મચાવ્યું હતું. આ ઈસમ પોલીસને ગાળો ભાંડી ખુલ્લો પડકાર ફેકતો હોય તેવું લાગી રહ્યું હતું. યુવકે હથિયાર બતાવીને લોકોને ભયભીત કર્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ આવા અસામાજિક તત્વોની શાન ક્યારે ઠેકાણે લાવશે? તેવી લોકચર્ચા પણ થઇ રહી છે.




