Dahod News: લીમખેડા નજીક એસટી બસ નીચે બાઈક સવાર માતા પુત્ર કચડાયા, ઘટનાસ્થળે મોત
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર લીમખેડા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. બસ અને બાઈક વચ્ચે થયેલી આ ટક્

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર લીમખેડા નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. બસ અને બાઈક વચ્ચે થયેલી આ ટક્કરમાં માતા-પુત્રનું કરુણ મોત થયું છે. બાઇક પર 19 વર્ષીય આદિત્ય ગોહિલ તેમની 40 વર્ષીય માતા શકુંતલાબેન ગોહિલ દાહોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લીમખેડા નજીક બાઈક સ્લીપ થતાં બસ સાથે અથડાયું હતું.
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર લીમખેડા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક માતા – પુત્ર બાઈક પર દાહોદ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં પલ્ટી ખાધેલા ડમ્પરમાંથી રોડ પર કપચી વેરાઈ હતી. તેના લીધે બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવતી દાહોદ વલસાડ એસટી બસ બાઈક પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસ નીચે આવી માતા- પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી છે. ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ જોવા મળ્યો છે.




