મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાવળા-ચાંગોદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના: શેરડીના રસની મજા માણતા 4 લોકોને ડમ્પર ફંગોળીને ફરાર

અમદાવાદના બાવળા-ચાંગોદર પર હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 4 લોક

બાવળા-ચાંગોદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના: શેરડીના રસની મજા માણતા 4 લોકોને ડમ્પર ફંગોળીને ફરાર

અમદાવાદના બાવળા-ચાંગોદર પર હિટ એન્ડ રનની દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 4 લોકોને ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થયો હતો.

 દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાવળા રજોડા રોડની સાઈડમાં શેરડીના રસની મજા માણતા 4 લોકોને ડમ્પર ચાલક ટક્કર મારીને ફરાર થયો હતો.

હિટ એન્ડ રનનો ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી

અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને પહેલા બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી તેમને અમદાવાદ CIVIL ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોની સ્થિતિ અતિ ગંભીર છે. દુર્ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. હિટ એન્ડ રનનો ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો