મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત, સરકારે બોલાવી બેઠક

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સ

સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત, સરકારે બોલાવી બેઠક

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા  વાયરસથી 4 બાળકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સાબરકાંઠાન હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના અચાનક મોત થયા છે. 

બે દિવસમાં 4 બાળકોના મોત, બે સારવાર હેઠળ 

મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનું  અને બે અરવલ્લી જિલ્લાના હતા. ચોથો બાળક રાજસ્થાનનો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે બાળકો પણ રાજસ્થાનના છે.

શું છે ચાંદીપુરા વાયરસ? 

ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે. .બે દિવસમાં ચાર બાળકોના મોત થતા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

બ્લડ સેમ્પલ NIV ને મોકલવામાં આવ્યા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતારિયાએ જણાવ્યું હતું કે તમામ છ બાળકોના લોહીના નમૂનાઓપુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવ્યા છે અને તેમના પરિણામોની રાહ જોવાઈ રહી છે. તેમણે જણાવ્યું કે 10 જુલાઈના રોજ ચાંદીપુરા વાઈરસના કારણે ચાર બાળકોના મોત બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ શંકા વ્યક્ત કરી હતી.

આરોગ્ય વિભાગે બોલાવી બેઠક 

બીજી બાજું સરકારના આરોગ્ય વિભાગે ચાંદીપુરા  વાયરસને લઈને ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના આરોગ્ય વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ચાંદીપુરા  વાયરસને રોકવા એક્શન પ્લાન ઘડવામાં આવશે. 

આ સમાચાર શેર કરો