AHMEDABAD : મોટેરા પાસે યુવકને જાહેરમાં જીવલેણ માર મારવાની ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ
Ahmedabad News : અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટેરા પાસે એક યુવકને જાહેરમાં માર મારવામાં

Ahmedabad News : અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટેરા પાસે એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ રાજુ રબારી, સંજય રબારી, હર્ષ રબારી અને અપ્પુ રબારી આ 4 આરોપીઓની ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં પાનનો ગલ્લો ચલાવવાની બાબતમાં આ મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ધરપકડ કરવામાં આવેલા આ 4 આરોપીઓએ ભેગા મળીને મંગળવારે 16 જુલાઈના રોજ સવારે 9:45 વાગે આસપાસ ચાંદખેડા વિસ્તારમાં મોટેરા હાઇવે પર એક વેપારી યુવકને પાઇપ અને લાકડી વડે માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ ઘટનાની ગંભીરતાને લઈને ચાંદખેડા પોલીસે વેપારી યુવક ઈશ્વર ચૌધરીની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગુનામાં સામેલ આ ચારે આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ ગુનામાં સામેલ એક આરોપીને ફરિયાદી ઈશ્વર ચૌધરીની બાજુમાં જ પાનનો ગલ્લો હતો. પાનનો ગલ્લો આજુબાજુમાં ચાલતો હોય, જેના કારણે રોજીંદી આવકમાં આરોપીને ઘટાડો થયો હતો અને જેના કારણે તેણે ઈશ્વર ચૌધરીને આરોપીએ પોતે ગલ્લા પર જે સામાન વેચે છે તે ન વેચીને અલગ અલગ સામાન વેચવાનું જણાવ્યું હતું. પરંતુ ઈશ્વર ચૌધરીએ પોતાના ગલ્લા પર તમામ સામાન્ય વેચવાનું ચાલુ રાખતા આરોપીની આવકમાં ઘટાડો થતાં તેણે ઈશ્વર ચૌધરી પર હુમલો કર્યો હતો.
પાનનો ગલ્લો ચલાવવાની અદાવતમાં સમગ્ર બનાવ બન્યો હતો. પરંતુ આરોપીઓ દ્વારા જાહેરમાં જે રીતે માર મારવામાં આવ્યો અને જે રીતનો વિડિયો સામે આવ્યા તેની ગંભીરતાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી.
હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. તેમજ ધંધાની અદાવતમાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.








