મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની મોટી જાહેરાત

ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારે હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે, સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમ

3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની મોટી જાહેરાત

ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારે હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી છે, સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે. સમગ્ર કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સુચનો પણ કર્યા હતા.

પોલીસની ભરતી ઘણી મહત્વની બાબત- હાઈકોર્ટની ટકોર

હાઈકોર્ટે ટકોર કરી કે, 'પોલીસની ભરતી ઘણી મહત્વની બાબત છે. રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ. સરકારે 3 નવી એકેડેમી શરૂ કરવી જોઈએ'.

કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે

ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ કોર્ટે સરકારને સુચન કર્યું છે. કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો