ગુજરાતમાં એક જ વર્ષમાં 37 ફેક પોલીસ કોન્સ્ટેબલ-અધિકારીઓ ઝડપાયા
તાજેતરમાં સુરતમાં અણીયાળી મૂછો, સિવિલ ડ્રેસમાં હાથમાં વોકી ટોકી લઇને સુરતના ગરબા ઇ

તાજેતરમાં સુરતમાં અણીયાળી મૂછો, સિવિલ ડ્રેસમાં હાથમાં વોકી ટોકી લઇને સુરતના ગરબા ઇવેન્ટમાં પ્રવેશતાં રત્ન કલાકાર યુવરાજ રાઠોડને પોલીસે ઝડપી પાડ્યો હતો. થોડા મહિના પહેલા નયન પરમાર અને ગૌરાંગ ભીલ નામના બે યુવાનો SOGના ડુપ્લિકેટ આઇકાર્ડ સાથે ઝડપાયા હતા.આ બંને શખ્સોએ તોડ કરવા માટે SOGના આઇકાર્ડ બનાવડાવ્યા હતા. વધુ તપાસ કરતાં બંને જણા ઝડપાયા હતા. નકલી પોલીસ બનવાના ગુનામાં ગુજરાતનો દેશમાં 10મો ક્રમ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ટોચ પર છે.
ગુજરાતમાં એક જ વર્ષમાં 37 ફેક પોલીસ કોન્સ્ટેબલ-અધિકારીઓ ઝડપાયા
નવરાત્રિ કે તહેવારોમાં પોતાની સારી ખાતીરદારી ખાતર કે રોફ જમાવવા કે પૈસા પડાવવા આ વર્ષે 37 જેટલા નકલી પોલીસ કર્મીઓ ગુજરદાત પોલીસની અડફેટે ચઢ્યા છે જેમાં આર્થિક તોડબાજીમાં 3, ડિજિટલ એરેસ્ટમાં પોલીસના સ્વાંગમાં 17, લોકોમાં રોફ જમાવનારા નકલી પોલીસના સ્વાંગમાં 4, ગુનાહિત પ્રવૃતિ કરવા માટે 2 અને 11 જેટલાં પૈસા કમાવવાના શોર્ટ કટથી પ્રેરાઇને નકલી પોલીસ બનીને છેતરપીંડી કરતાં પકડાયા છે.
નકલી પોલીસ બનવાના ગુનામાં ગુજરાતનો દેશમાં 10મો ક્રમ
નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં નકલી સ્વાંગમાં ફરતા અધિકારીઓ અને પોલીસ કર્મીઓનું પ્રમાણ વિશેષ છે. દર વર્ષે સૌથી વધુ ફેક પોલીસ ઉત્તર પ્રદેશમાંથી પકડાય છે ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે. કર્ણાટક ત્રીજા જ્યારે દિલ્હી ચોથા ક્રમે આવે છે.પાંચમા ક્રમે બિહાર છે. ડુપ્લિકેટ પોલીસને પકડાવામાં ગુજરાતનો ક્રમ 10મો છે. આ પ્રકારના ગુનામાં ગુજરાત પછી દેશના અન્ય ત્રેવીસ રાજ્યોનો સમાવેશ થાય છે.
નવરાત્રિના તહેવારોમાં વિશેષરૂપે ગરબાના પાસ અને મોડી રાત્રે ફરતાં યુવાઓને બ્લેક મેઇલ કરવાના ઉદ્દેશથી ફેક પોલીસથી ચેતવા માટે ગુજરાત પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
આ પ્રકારના મોટા ભાગના કેસોની માનસિકતામાં નાણાકીય ખંડણીઓ, સ્કેમ, પોતાનો રોફ બતાવવો, અસામાજિક પ્રવૃતિ કે લોકોમાં ભય પેદા કરવો. ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની ભાવના રહેલી હોય છે.
ગુજરાતમાં એક જ વર્ષમાં 20 નકલી પોલીસ ઝડપાયા
છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 20 જેટલાં નકલી પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારી ઝડપાયા છે. આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ થકી પોલીસના સ્વાંગમાં તોડ કરતાં 17 જેટલા શખ્સો પકડાયા છે. શાળાઓ, કોલેજો, ઇવેન્ટમાં, કોઇ જગ્યાએ મફતમાં પ્રવેશ મેળવવા કે પોલીસના નામે તોડ કરવા 20 જેટલાં પોલીસના સ્વાંગમાં ફરતાં ફેક લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.







