મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ તાલુકાના 35 સરપંચોએ એક સાથે આપી દીધા રાજીનામા, જાણો શું છે કારણ

જુનાગઢ ભાજપમાં હાલ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, એવામાં હવે મળતા સમાચાર મુજબ જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક

જુનાગઢ તાલુકાના 35 સરપંચોએ એક સાથે આપી દીધા રાજીનામા, જાણો શું છે કારણ

જુનાગઢ ભાજપમાં હાલ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, એવામાં હવે મળતા સમાચાર મુજબ જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ એક નહીં પણ ઘણા કારણો છે.

વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ

જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોના રાજીનામા પાછળ મુખ્ય કારણ વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ એ છે. ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે. સરપંચોએ આક્ષેપ કર્યા છે  વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા છે અને વિકાસના કામો નથી થઈ રહ્યા. 

સરપંચોએ એ પણ આક્ષેપ કર્યો કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે, પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. 

TDO  મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો

આ તમામ કારણો અને સમસ્યાઓન નિવારણ માટે સરપંચોએ આજે બપોરે 3 વાગ્યે મિટિંગ રાખી હતી અને તાલુકા વિકાસ અધિકારીને બોલાવવામાં આવ્યાં હતા. જો કે TDO આ મિટિંગમાં ન આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, જે બાદ આ રાજીનામા પડ્યાં છે. 

35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર છે. 

આ સમાચાર શેર કરો