BHAVNAGAR : તળાજાના પાવઠી ગામે 33 વર્ષના યુવાનની કરપીણ હત્યા
Bhavnagar News : ભાવનગરના તળાજામાં હત્યાની ઘટના ઘટી છે. તળાજા તાલુકાના પાવઠી ગામે 33 વર્ષના

Bhavnagar News : ભાવનગરના તળાજામાં હત્યાની ઘટના ઘટી છે. તળાજા તાલુકાના પાવઠી ગામે 33 વર્ષના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે.
બપોરના ત્રણ વાગ્યા આસપાસ પાવઠી ગામમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા પાડોશીએ જીતુભાઈ ડાભી પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. શેરીમાં બાળકો રમી રહ્યાં હતા, તેનો ઠપકો આપતા પાડોશી સાથે ઝઘડો થયો હતો.
આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યારબાદ યુવાનનું મોત થતા મૃતદેહને ભાવનગર સર.ટી. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યારા પાડોશી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં ભાવનગરના શખ્સોએ હીરા દલાલની કરી હત્યા
અમરેલીના બાબરાના ધરાઈ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરાઈમાં એક શખ્સની હત્યા કરીને સળગાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના શખ્સોએ પહેલા હીરા દલાલની કરપીણ હત્યા કરી, ત્યાર બાદ ગુનાને છુપાવવા શખ્સના મૃતદેહને સળગાવી દીધો હતો.
ભાવનગરના શખ્સોએ તળાજા નજીક શખ્સની હત્યા કરવામાં આવી હતી. શખ્સના મૃતદેહને કારમાં લાવ્યા પછી અવવારું જગ્યામાં સળગાવી દીધી હતી. આ દરમ્યાન જ ઘટના સ્થળ પર અચાનક પોલીસ આવી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે ત્રણ આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ બાદ જ સામે આવશે મોતને ભેટનાર શખ્સ કોણ છે અને શા માટે આ શખ્સની હત્યા કરવામાં આવી હતી.








