મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: જિલ્લામાં વિવિધ કારણોસર દોષિત શિક્ષકો પર કાર્યવાહી, 33ને ફરજ પરથી કરાયા બરતરફ

બનાસકાંઠા જિલ્લામાં થોડા વર્ષો અગાઉ બદલી કેમ્પોમાં તથા શિક્ષકોની વહીવટી બદલીના નામે પસંદગીના સ્થળો પર કરાતી બદલીની ફાઈલો ચર્ચામાં રહી

બનાસકાંઠા: જિલ્લામાં વિવિધ કારણોસર દોષિત શિક્ષકો પર કાર્યવાહી, 33ને ફરજ પરથી કરાયા બરતરફ

બનાસકાંઠા જિલ્લામાં થોડા વર્ષો અગાઉ બદલી કેમ્પોમાં તથા શિક્ષકોની વહીવટી બદલીના નામે પસંદગીના સ્થળો પર કરાતી બદલીની ફાઈલો ચર્ચામાં રહી હતી. જેની ફરિયાદ શિક્ષણ મંત્રી સુધી થતાં તપાસ પણ થઈ હતી. આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં બદલી કરાયેલા ઓર્ડર પણ હતા.

33 શિક્ષકોને કરાયા બરતરફ

 દાંતા તાલુકાના પાન્છા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા અમેરિકા રહેતાં હોવા છત્તાં શાળાના રજીસ્ટરમાં નામ ચાલતું હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જે બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે.

શિક્ષકનું નામ શાળાનું નામ
પટેલ સ્નેહાબેન હસમુખભાઈ નોખા, તા.દિયોદર
પટેલ પ્રતિક્ષાબેન કિરીટભાઈ ધ્રાંડવ તા. દિયોદર
મોઢ રચનાબેન રજનીકાંત ગોગાપુરા રેલ્વે વિસ્તાર, લાખાણી
ઠાકોર સોનલબેન એમ ગણતા લાખાણી
પટેલ હિનાબેન રતીલાલ સરહદી વિકાસ આદર્શ, સુઈગામ
દરજી હેતલબેન ઘનશ્યામભાઈ સાતસણ, તાં દાંતીવાડા
પટેલ કાજલબેન અમૃતલાલ નવાનેસડા પરા, તા. ડીસા
મહેસુરીયા આશાબેન દેવચંદભાઈ શેરગંજ, તા.ડીસા
પરમાર હેમાંગિનીબેન કુબેરભાઈ આશિયા, તા.ધાનેરા
બારોટ અમિતભાઈ ગોવિંદભાઈ ભાટરામ, તા. ધાનેરા
પટેલ રવિનાબેન મનોજભાઈ એટા. તા. ધાનેરા
કોટક મેધનાબેન જેઠાલાલ આનંદપુરા, તા. તા કાંકરેજ
બારોટ સંગીતાબેન જગદીશભાઈ તાણા, તા. કાંકરેજ

અઘારીયા નિલાફેરબેન હસનઅલી
કાણોદર, તા.પાલનપુર
પટેલ મીનબેવ ગોવિંદભાઈ ઝેટા, તા. થરાદ
ચૌધરી ધ મષ્ઠાબેન બી હરદેવપુરી ,થરાદ
પટેલ રોહીતભાઈ પસાભાઈ ભાકડીયાલ પ્રા. શાળા. તા. લાખણી
આશાબેન કનુભાઈ પટેલ પાલડી, તા. દિયોદર
પ્રાર્થનાબેન ગોવિંદભાઈ પારીખ પીરોજપુર (ટાં), તા પાલનપુર
પટેલ પ્રકાશકુમાર ડાહ્યાલાલ ધુડાનગર (કા), તા કાંકરેજ
પટેલ પુજાબેન પ્રવિણભાઈ ગાંગણ, તા.ભાભર
પંચાલ કોમલબેન ગિરીશભાઈ મમાણા, તા, સુઈગામ
ખુશ્બુબેન નિર્મલકુમારી કોકલાણી કોતરવાડા, તા. દિયોદર
ચાવડા રીનાબેન બિપીનચંદ ભાંજણા, તા. ધાનેરા
ભારતીબેન બાબુલાલ રાવલ રામનગર, તા. દાંતીવાડા
શિતલબેન અહમદહુસેન અમી ભાગળ (જ), તા. પાલનપુર
રાવળ શૈલેષકુમાર શંકરલાલ બોડાલ, તા. ડીસા
વિરલ દ્વારકેશભાઈ પટેલ ઘોડાસર, તા. થરાદ
નિલમબેન નરેશકુમાર દરજી  વાવ-1
કોમલબેન હસમુખભાઈ પટેલ ખોડલા, તા કાંકરેજ
પારેખ પ્રકાશકુમાર જીવાભાઈ સુજાનપુર, તા કાંકરેજ
પટેલ સરસ્વતીબેન રમેશભાઈ રમુણ, તા ડીસા
પટેલ દર્શનભાઈ અંબાલાલ ઉચપા, તા વાવ

 સતત ગેરહાજર રહેતા શિક્ષકો કાર્યવાહી

જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે છેલ્લા ચાર વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી છે, અને દોષિત 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે જોઈએતો કાંકરેજ તાલુકામાં સૌથી વધુ પાંચ અને ભાભર તાલુકામાં સૌથી ઓછા એક શિક્ષક સામે ચાર વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો