મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ ટ્રાફિક પોલીસ ઇ ચલણની વસુલાત કરવામાં નિરસ, 3.14 અબજની વસુલી બાકી

અમદાવાદમાં ઇ ચલણની 3.14 અબજની વસુલી બાકી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદીઓ ટ્રાફિક નિયમોનો ભંગ

અમદાવાદ ટ્રાફિક પોલીસ ઇ ચલણની વસુલાત કરવામાં નિરસ, 3.14 અબજની વસુલી બાકી

અમદાવાદમાં ઇ ચલણની 3.14 અબજની વસુલી બાકી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ભાગી જતા હોય છે અને ઇ-ટ્રાફિક ચલણ ભરતા નથી. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ 2015માં ઇ ચલણની કામગીરી શરૂ કરી હતી. 2015થી અત્યાર સુધીના 9 વર્ષમાં અમદાવાદમાં 3.14 અબજની ઇ ચલણની રિકવરી બાકી હોવાનું સામે આવ્યું છે.

3.14 અબજની વસુલાત બાકી

અમદાવાદ ટ્રાફિક પોલીસે વર્ષ 2015થી ઇ ચલણ ફટકારવાની શરૂઆત કરી હતી. વર્ષ 2015થી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 93.51 લાખ જેટલા ઇ ચલણ વાહન ચાલક માલિકોને ફટકારી 4.16 અબજનો દંડ ફટકાર્યો છે.જોકે, તેની સામે માત્ર 28.48 લાખ ચલણની 1.01 અબજની રકમનો દંડ વસુલી શકાયો છે. 

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત ઘટે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે અને ઠેર ઠેર અનેક જગ્યાએ લોકો ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરે તે માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. 

જે લોકો ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા તેમને ઇ ચલણ જનરેટ કરીને દંડ ફટકારવામાં આવે છે. આ ઇ ચલણ દંડ ફટકાર્યા બાદ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઇને કે ઓનલાઇન તેનું પેમેન્ટ કરવાનું રહે છે.  ઇ ચલણની રિકવરી માટે જે તે સમયે ડીસીપીએ રિકવરી સ્કવોર્ડની રચના કરી હતી. જોકે, ઘણા સમયથી ટ્રાફિક પોલીસને જાણે કોઇ રસ ના હોય તેમ રિકવરી સ્કવોર્ડને વિખેરી નાખવામાં આવી છે. લોકો જાતે ઓનલાઇન પેમેન્ટ કે લોકઅદાલત થકી દંડની ભરપાઇ કરતા હોવાના બહાના કાઢવામાં આવી રહ્યાં છે.

ક્યા વર્ષમાં કેટલી રકમ બાકી

આ સમાચાર શેર કરો