SURENDRANAGAR : 300થી વધુ સફાઈકર્મીઓને નથી મળ્યો 3 મહિનાથી પગાર, સફાઈ બંધ કરવાની અપાઈ ચીમકી
Surendranagar News : સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો કોન્ટ્રાકટ પરના સફાઈકર્મીઓને નિયમિ

Surendranagar News : સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો કોન્ટ્રાકટ પરના સફાઈકર્મીઓને નિયમિત પગાર ચુકવવામાં અનેકવાર ઠાગાઠૈયા કાયર રહ્યા છે. આ સત્તાધીશોને શહેર સાફ કરાવવું છે, પણ સફાઈકર્મીઓને સમય પર પગાર નથી આપવો.
ફરી એક વાર પાલિકાના 300થી વધુ કોન્ટ્રાકટ સફાઈકર્મીઓનો 3 મહિનાનો પગાર પાલિકાના સત્તાધીશો-વહીવટદારો દબાવીને બેઠા છે, જેના કારણે આ ગરીબ સફાઈકર્મીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.
સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના 300થી વધુ કોન્ટ્રાકટ સફાઈકર્મીઓને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો. બાકી પગાર અને નિયમિત પગાર માટે આ સફાઈકર્મીઓએ પાલિકા કચેરી બહાર ભેગા થઈને ધરણા પ્રદર્શન કર્યા છે. આ સફાઈકર્મીઓએ ચીમકી આપી છે કે જો તેમનો બાકી પગાર તુરંત ચુકવવામાં નહીં આવે તો તેઓ સફાઈકામ બંધ કરી દેશે.






