મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિકાસના વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સ

ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિકાસના વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. 

તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં  ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ‘ટીમ ગુજરાતે’ દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત @2047’ નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.

ત્રણ વર્ષ દરમિયાન 11 મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરી

  1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી
    2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી
    3. નવી ગુજરાત IT/ITes પોલિસી
    4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી
    5. ડ્રોન પોલિસી
    6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી
    7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
    8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી
    9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
    10. ગુજરાત ખરીદ નીતિ
    11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 202
  • સુશાસનની સિદ્ધિઓ

  • ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5Gનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું રૂપિયા 3.32 લાખ કરોડનું બજેટ
  • “અર્નિગ વેલ, લિવિંગ વેલ” ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’ નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
  • ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
  • ગુજરાતમાં સફળતાપૂર્વક 17મી G20 બેઠકોનું આયોજન
  • 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, લક્ષ્યાંકના 107%
  • મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત
  • મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત
  • સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ

ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ

  • રાજ્યના 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે
  • 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય
  • 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી
  • આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન
  • ઇ-શ્રમ પોર્ટલ પર 1.17 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.68  કરોડ લોકોને ભોજન વિતરણ

 Y- યુવા વિકાસ – સફળ યુવા, સમર્થ ગુજરાત

ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં પ્રથમ ક્રમે
‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે ‘કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી (KSU)’ની સ્થાપના - ડ્રોન એપ્લિકેશનમાં 9 અદ્યતન કોર્સની શરૂઆત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરિત સરદાર પટેલ “ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ” કાર્યક્રમ હેઠળ 18 સી.એમ. ફેલોની પસંદગી
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
ખેલ મહાકુંભ 2.0માં 53.66 લાખથી વધુ લોકોએ ભાગ લીધો
રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની શરૂઆત

A- અન્નદાતાનું  માન, અન્નદાતાનું ધ્યાન

  • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં 58.8 લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં જમા થયા ₹11,058.6 કરોડ
  • ડાંગ બન્યો સૌપ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો
  • રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી
  • 9.85 લાખ ખેડૂતો 8.45 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
  • નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, 56.65 લાખ જેટલી નેનો યુરિયાની (500 મીલિ) બોટલોનો થયો વપરાશ
  • કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના
  • રાજ્યના 246 તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ 2023 નું સફળ આયોજન, જેમાં 2.10 લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન
  • તુવેર રૂ.7,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા રૂ.5440 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની રૂ.5650 પ્રતિ ક્વિન્ટલની ટેકાના ભાવે ખરીદી
  • વર્ષ 2021-22 દરમિયાન ચણાનું ઉત્પાદન વધતાં રાજ્ય સરકારના ખર્ચે વધારાના 22 હજાર મેટ્રિક ટન જેટલા ચણાની રૂ.115 કરોડથી વધુના ખર્ચે ખરીદી
  • ઇ-સેવાઓની સુલભતા માટે સામાન્ય સેવા કેન્દ્રો (CSCs) તરીકે PACS એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓનો વિકાસ કરવા માટે GOIની પહેલ અન્વયે 3233 PACS ઓનબોર્ડ -1812 PACS કાર્યરત
    વિવિધ કૃષિ રાહત પેકેજ દ્વારા 12.78 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.1925.89 કરોડની સહાય
  • જૂલાઈ-2024માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂ.350 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ
  • ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટેના બજેટમાં 132%નો વધારો
  • "મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” અન્વયે રૂ.609 કરોડની સહાય
  • “લમ્પી” રોગચાળા દરમિયાન 63 લાખ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું
  • મિલેટ વર્ષનો લાભ રાજ્યના 80 લાખ જેટલા લોકો અને ખેડૂતોને થયો
  • લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, 23.4 લાખ હેક્ટર વિસ્તારને આવરી લીધો છે
  • છેલ્લા 3 વર્ષોમાં ખેડૂતોને રૂ.24,660 કરોડની પાવર સબસીડી આપવામાં આવી
  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 13,730 એટલે કે 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો

N- નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)

નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024
વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી.
વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવાઈ
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલી
‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત

રાજ્યના 2.6 કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી રૂ.5 લાખની સહાય વધારીને રૂ.10 લાખ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન
છેલ્લા 3 વર્ષોમાં રાજ્યમાં 9 નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ 1100 મેડિકલ સીટ્સ ઉપલબ્ધ
રાજ્યની વિશિષ્ટ પહેલ અંતર્ગત, 1.15 કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય
ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે 3 લાખ પોષણકિટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 10,029 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન
નમો શ્રી યોજનામાં ગર્ભવતી મહિલાઓને ₹12 હજારની આર્થિક સહાય આપવાની યોજના જાહેર
108 એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત 150 નવી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા 800 થઈ
રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 63 હજારથી વધુ દર્દીઓના 1,69,066 કીમોથેરાપી સેશન્સ થયા
ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટિવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 33 થી 111, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 68થી 134 કરવામાં આવી
પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો શરૂ
રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં 14 લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા

શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત

શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ
મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત રૂ.874.68 કરોડના ખર્ચે 97,187 સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા 1,432.40 કરોડના ખર્ચે 21,037 કોમ્પુટર લેબ્સ
‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ 9 થી 12 દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થિનીઓને ₹50 હજારની સહાય
ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹25 હજારની સહાય

નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા

રૂ.94.65 કરોડના ખર્ચે 32 નવીન બસ સ્ટેશનો
3 સ્થળોએ પીપીપી ધોરણે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસપોર્ટ પ્રજાની સેવામાં લોકાર્પિત
ગુજરાત એસટી નિગમ દ્વારા 300 લકઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સપ્રેસ (400-ઇન હાઉસ +1282 રેડી બિલ્ટ), 400 મીની બસ અને 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 2987 નવીન બસો લોકાર્પિત
ઘેર બેઠા ટિકિટ મેળવવા ઇ-ટિકિટની અને મોબાઇલ એપ્લિકેશનથી ટિકિટની સુવિધાઓ
એસટી બસોમાં 3000 મશીનો દ્વારા યુપીઆઇ ઓનલાઇન પેમેન્ટની શરૂઆત

ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત

●     વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન
●     વાઇબ્રન્ટ ગુજરાતના 10માં સંસ્કરણમાં 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
●     વાઇબ્રન્ટ સમિટના ભાગ રૂપે 150 જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન
●     વાઇબ્રન્ટ ગુજરાતના 10માં સંસ્કરણમાં 2,862 B2B મીટિંગ્સ અને 1,368 B2G મીટિંગ્સ યોજાઇ.
●     ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ જાહેર
●     ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે
●     સાણંદમાં ₹22,500 કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ પૂરજોશમાં
●     સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે ₹7600 કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે
●     ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને ₹91,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે
●     કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ₹3300 કરોડના રોકાણ સાથે 60 લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે
●     આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે MSMEs માટે ‘આસિસ્ટન્સ ફોર ક્વૉલિટી સર્ટિફિકેશન’ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે
●     ગુજરાત 38,000થી વધુ ZED પ્રમાણિત MSMEs સાથે આ કેટેગરીમાં ટોપ પર્ફોર્મર
●     મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ 2023નું સફળતાપૂર્વક આયોજન
●     ભારત સરકારના DPIIT અનુસાર, નાણાકીય વર્ષ 2024માં ગુજરાતને $7.3 બિલિયન FDI પ્રાપ્ત. ગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું
●     નવસારીના વાંસી-બોરસી ખાતે અદ્યતન સુવિધા સાથે પીએમ-મિત્ર પાર્કનું નિર્માણ થશે

વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સાબરમતી નદી પર અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ
રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
અંદાજિત ₹394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ
સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત
દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી મળી

અર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ)

અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ટુંક સમયમાં થશે લોકાર્પણ, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ
સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા ₹3400 કરોડના 159 પ્રોજેક્ટ પૂર્ણ
ગુજરાતના 20 જિલ્લાના 51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર
સ્માર્ટ વિલેજોમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ
રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો
વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના 1 હેઠળ ₹3350 કરોડના 198 પ્રોજેક્ટ પૂર્ણ
અમૃત 2.0 હેઠળ વિકાસકાર્યો માટે ₹17 હજાર કરોડની ફાળવણી
નાગરિકોના “ઇઝ ઓફ લિવિંગ” માટે “મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના” વધુ ત્રણ વર્ષ માટે લંબાવાઈ
₹116 કરોડના ખર્ચે 88 સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન
⁠રાજ્યના કુલ 1057 તીર્થગામ અને કુલ 445 પાવન ગામો મળીને કુલ 1502 ગામોને પુરસ્કાર અનુદાન
ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને 384 નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ
“દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના

પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ

 રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
⁠યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરીઝમ વિલેજ” જાહેર
⁠ભારતમાં સૌપ્રથમ “સમુદ્ર સીમા દર્શન”નો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
⁠UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
⁠યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યાં
⁠ભગવાન શ્રીકૃષ્ણની નગરી 'બેટ દ્વારકા'ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય
⁠ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
⁠પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ
⁠મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો ₹857.14 કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ₹76.51 કરોડના ખર્ચે ફેઝ-1 હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ, મંદિરના શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઈંચ સુધી વધારવામાં આવશે
⁠ભારત સરકાર દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન
⁠₹1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો થશે પુનઃવિકાસ

શાંત અને સુરક્ષિત ગુજરાત

⁠ગુજરાત પોલીસે એક વર્ષમાં ₹5640 કરોડનું ડ્રગ્સ પકડ્યું: 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ
⁠ગુજરાત પોલીસની ટીમે માત્ર 20 દિવસમાં 2.58 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, 2024 અમલી
⁠પોક્સો હેઠળના ગુન્હાઓમાં 10 દિવસમાં કાર્યવાહી કરીને 21 દિવસમાં ફાંસીની સજા
 જિલ્લાના 650 પોલીસ સ્ટેશનો પૈકી 240 પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય
ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો

જળસમૃદ્ધ ગુજરાત

●     વલસાડ જિલ્લામાં એન્જિયરિંગની દ્રષ્ટિએ ચમત્કારિક એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ
●     સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના સાતમા તબક્કામાં જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો
●     રાજ્યમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત
●    ’નલ સે જલ’ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 14 લાખ નળ જોડાણ
●    સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભવિષ્યની પાણીની જરૂરિયાત માટે ₹1300 કરોડના બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ
●    નળકાંઠાના વિસ્તારમાં 39 ગામોને સિંચાઈની સુવિધા માટે ₹400 કરોડથી વધુના કામોનો પ્રારંભ
●    રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે ₹181 કરોડના ખર્ચે સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત
●    સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈથી વંચિત 45 ગામોને નર્મદાનું પાણી આપવા ₹417 કરોડની યોજનાને મંજૂરી
●    દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો ₹117 કરોડના ખર્ચે કાયાકલ્પ

અન્ય સિદ્ધિઓ

●     કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ની સ્થાપના
●     વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
●     ગુજરાતમાં ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય
●     ગરવી ગુર્જરી દ્વારા રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
●     ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુક્રેનમાં સર્જાયેલી ભયંકર યુદ્ધની પરિસ્થિતિમાંથી 1386 ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા
●     બાંગ્લાદેશમાં હિંસાના માહોલની વચ્ચે ગુજરાતના 14 વિદ્યાર્થીઓને સહીસલામત ગુજરાત પરત લાવવામાં આવ્યા
●     ‘ઓપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં ફસાયેલા 569 બિન- નિવાસી ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા
●     ‘ઓપરેશન અજય’ હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા 30 બિન-નિવાસી ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા

ઊર્જાવાન ગુજરાત

●     ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઑગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન
●     ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોની ઈમારતો પર 56.8 મેગાવોટ ક્ષમતાની 3023 સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત
●      મોઢેરા ગામને સોલાર વિલેજ જાહેર કર્યાના દોઢ વર્ષમાં જ મોઢેરા દ્વારા 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન, કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો
●    પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત માત્ર 7 મહિનામાં 1,59,338 લાભાર્થીઓને લાભ
●    1 હજારથી વધુ સી.એન.જી. સ્ટેશનો સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમે
●     દેશના કુલ સી.એન.જી. સ્ટેશનોમાંથી 14 ટકા ગુજરાતમાં
●     જામનગરના કાલાવડ ખાતે ₹51.87 કરોડના ખર્ચે 12.5 મેગાવોટના સોલર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
●     વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રિડ રીન્યૂએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ
●     માત્ર 7 મહિનામાં ગુજરાતના ઘરોમાં 1.75 લાખથી વધુ ઘરોમાં પીએનજી કનેક્શન્સ
●     ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો થયો શિલાન્યાસ

ગુજરાતને મળ્યા એવોર્ડ્સ – મારું ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત

●    ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટસ્ટિક્સ–2023’ અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ
●     GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને સાત એવૉર્ડ
●     એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) 2022ના ચાર મુખ્ય પિલર્સમાં એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ
●     RBI બુલેટિન અનુસાર બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 82 પ્રોજેક્ટ્સને ફંડ પૂરું પાડવામાં આવ્યું
●     ⁠ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ
●     ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ-2022” માં ગુજરાતને પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ
●     વિદ્યા સમીક્ષા કેન્દ્રને “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર”
●     PMJAY-MA યોજના હેઠળ સૌથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી ગુજરાતને ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’
●     8 જાન્યુઆરીના રોજ IKF-2023 રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
●     75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે

આ સમાચાર શેર કરો