ઉમરગામના વલવાડામાં 3 વર્ષની બાળકી થઈ ગુમ, રેલવે ટ્રેક નીચેની કેનાલમાંથી ચપ્પલ મળતા શોધખોળ શરૂ
વલસાડ જિલ્લાના વલવાડા ગામના બંગલી ફળિયામાં એક 3 વર્ષની માસૂમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે મોડી રાત્રે અચાનક ગ

વલસાડ જિલ્લાના વલવાડા ગામના બંગલી ફળિયામાં એક 3 વર્ષની માસૂમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે મોડી રાત્રે અચાનક ગાયબ થઈ ગઈ હતી. જેથી બાળકીના પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચોઃ નવસારીના અંચેલી ગામે નહેરમાં ખાબકી કાર, પાણીનું સ્તર ઓછું હોવાથી પરિવારનો થયો બચાવ
બાળકી ફસાયાની આશંકા
ઘરની નજીકથી પસાર થતી કેનાલમાંથી બાળકીના ચપ્પલ અને હાથના નિશાન જોવા મલ્યા હતા. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. ખાસ કરીને રેલવે ટ્રેકની નીચેથી પસાર થતી પાણી ભરેલી કેનાલમાં બાળકી ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
શોધખોળ શરૂ
બચાવ કામગીરી માટે પોલીસ અને ફાયર બ્રિગેડની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. અધિકારીઓ દ્વારા કેનાલના પાણીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને બાળકીને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.








