મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગરમીની સાથે રોગચાળાએ માથુ ઊંચક્યું, 3 વર્ષના બાળકનું ઝાડા-ઉલટી થયા બાદ મોત

સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળા માથું ઉચક્યું છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં પણ

સુરતમાં ગરમીની સાથે રોગચાળાએ માથુ ઊંચક્યું, 3 વર્ષના બાળકનું ઝાડા-ઉલટી થયા બાદ મોત

સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળા માથું ઉચક્યું છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા. ત્યારબાદ બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

રસ્તામાં જ થયું મોત

બાળકને ઝાડા ઉલટી થયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ માસૂમ બાળકનું અવસાન થયું હતું.જોકે પરિવારનું કહેવું છે કે, અચાનક ઝાડા ઉલટી થતા મોત થયું છે. હાલ બાળકના મોતને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે .

પરિવારે વચેટ સંતાન ગુમાવ્યું

મૃતકના પિતા દેવાનંદ કુમારે કહ્યું કે, શિવમ મારો 3 વર્ષનો દીકરો હતો. અમે બિહારના રહેવાસી છીએ. ત્રણ બાળકો છે. જેમાં આ વચેટનું બાળક હતું. બે દીકરા એક દીકરી હતાં. ત્યારે આજે શિવમને ઝાડા ઉલટી થતાં અમે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં તેને લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા હતાં. પરંતુ બાળકને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. 

આ સમાચાર શેર કરો