મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચ : શુકલતીર્થમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 3 ડૂબ્યા, એક કિશોરનો મૃતદેહ મળ્યો

Bharuch News : ભરૂચમાં શુકલતીર્થ ખાતે ચાલી રહેલ ભાતીગળ ધાર્મિક મેળામાં ગયેલા પિતા-પુ

ભરૂચ : શુકલતીર્થમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 3  ડૂબ્યા, એક કિશોરનો મૃતદેહ મળ્યો

Bharuch News : ભરૂચમાં શુકલતીર્થ ખાતે ચાલી રહેલ ભાતીગળ ધાર્મિક મેળામાં ગયેલા પિતા-પુત્ર  સહિત ત્રણ  લોકો નર્મદા નદીમાં નહાવા જતા ડૂબી ગયા હતા, જેમાંથી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પિતા-પુત્રની શોધખોળ ચાલી રહી હતી. 

પિતા-પુત્ર અને અન્ય એક કિશોર ડૂબ્યો 

ભરુચના શુકલતીર્થ ખાતે કારતકી પૂર્ણિમાનો મેળો ચાલી રહ્યો હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવ દર્શન અને નર્મદા સ્નાન માટે ઉમટ્યાં હતા ભરુચની નિઝામ વાડી વેજલપુરના પિતા-પુત્ર સહિત મિસ્ત્રી પરિવારજનો  પણ શુકલતીર્થ ગયા હતા. નર્મદા નદીમાં સ્નાન માટે જતા પિતા-પુત્ર સહિત અન્ય નિશાંત નામનો એક કિશોર  નર્મદાના નીરમાં ડૂબી ગયા હતા. જેની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનો  સ્થળ પર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં બોપલ નજીક વધુ એક હત્યા, NRIનો મૃતદેહ મળ્યો

12 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો

નર્મદાના નીરમાં ડૂબેલા ત્રણ વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં 12 વર્ષીય કિશોર દીશાંત મિસ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 45 વર્ષીય વસંતભાઇ મિસ્ત્રી તેમજ તેમનો 17 વર્ષીય  પુત્ર બિનીત મિસ્ત્રીની કોઈ ભાળ ન મળતા શોધખોળ ચાલુ કરવામાં આવી છે.  

નર્મદામાં ગેરકાયદેસર રેતની ખનન સામે સવાલો 

ભરુચ સિવિલ હોસ્પિટલ તેમજ શુકલતીર્થ ખાતે  બનાવના પગલે પરિવારજનો અને લોકો ઉમટી પડ્યા હતા. ગતરોજ પણ સુરતના એક યુવાનનું નદીમાં ડૂબી જતા નિપજ્યું  મોત હતું. આ બનાવ માટે નર્મદામાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને લોકો જવાબદાર માની રહ્યા છે. 

આ સમાચાર શેર કરો