મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત, વધુ ત્રણ કન્ટેનર તણાઇને આવ્યા

કચ્છના દરિયામાં બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અબડાસાના દરિયામાં ફરી ત્રણ બિનવારસી ક

કચ્છના દરિયામાંથી બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત, વધુ ત્રણ કન્ટેનર તણાઇને આવ્યા

કચ્છના દરિયામાં બિનવારસી કન્ટેનર મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અબડાસાના દરિયામાં ફરી ત્રણ બિનવારસી કન્ટેનર તણાઇને આવ્યા હતા. બિનવારસી કન્ટેનર દરિયામાં તણાઇને આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છના દરિયામાંથી વધુ ત્રણ કન્ટેનર તણાઇને આવ્યા

અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના દરિયાઇ વિસ્તારના કાંઠે ત્રણ કન્ટેનર દરિયાઇ ભરતી સમયે તણાઇને આવ્યા હતા. એક અઠવાડિયામાં અબડાસાના દરિયાઇ કાંઠેથી સાત કન્ટેનર બિનવારસી મળી આવ્યા છે. બિનવારસી મળી આવેલા કન્ટેનરની તપાસમાં કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ જોડાઇ છે.

કચ્છના દરિયાકાંઠે બિનવારસી કન્ટેનરો તણાઇ આવવાની ઘટનામાં વધારો

કચ્છના દરિયાકાંઠે બિનવારસી કન્ટેનરો તણાઈ આવવાની ઘટનાઓ વધી છે. ઓગસ્ટ 2025ની શરૂઆતમાં, કચ્છના અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારો, જેમ કે સૈયદ સુલેમાન પીર, શિયાળબારી, સુથરી અને સાંધણ નજીક, ચાર મોટા ટાંકી કન્ટેનર દરિયામાંથી કિનારે તણાઈ આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા બિનવારસી કન્ટેનરોને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો