અમદાવાદ / 4 આતંકીઓની પૂછપરછમાં વધુ 3 નામો ખૂલ્યાં, 2ની અટકાયત, એક વોન્ટેડ જાહેર, ગુજરાત ATS જશે શ્રીલંકા
3 more names revealed in interrogation of 4 ISI terrorists, Gujarat ATS will go to Sri Lanka | ગત 20 મેના રોજ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISIના ચાર આતંક

ગત 20 મેના રોજ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISIના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ ચારેય આતંકીઓની સઘન પૂછપરછ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસની તપાસમાં ગુજરાત ATS સાથે કેન્દ્ર સરકારની એજેન્સીઓ, તામિલનાડુ ATS અને શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ હતી. આ ચાર આતંકીઓના રિમાન્ડ દરમિયાન વધુ 3 નામો ખૂલ્યાં છે.
શ્રીલંકામાં 2ની અટકાયત, એક વોન્ટેડ જાહેર
4 આતંકીઓના રિમાન્ડ દરમિયાન જે 3 નામો સામે આવ્યાં એમાંથી 2 લોકોની શ્રીલંકા પોલીસે અટકાયત કરી લીધી છે, જયારે ત્રીજા ઓસ્મંડ ગેરાન્ડ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઓસ્મંડ ગેરાંડે આ ચાર આતંકીઓને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. ઓસ્મંડ ગેરાન્ડ તેમજ અન્ય બેએ આ 4 આતંકીઓને ભારત આવવા માટે મદદ કરી હતી. વોન્ટેડ જાહેર કરાયેલો ઓસ્મંડ ગેરાન્ડ પોલીસથી બચવા વેશ બદલીને સતત ભાગતો ફરે છે.
ગુજરાત ATS શ્રીલંકા જઈ શકે છે - સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ ગુજરાત ATS શ્રીલંકા જઈ શકે છે. પકડાયેલા બે શખ્સો તેમજ તેમના મોબાઈલ જપ્ત કરવા માટે ગુજરાત ATS શ્રીલંકા જાય તેવી સંભવાના છે. એ બે શખ્સો પાસેથી તેમજ તેમના મોબાઈલમાંથી પણ અનેક પુરાવા મળે તેવી પૂરી શક્યતા રહેલી છે.
મુસ્લિમ ધર્મ પ્રચારકે અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમ્યાન વાંધાજનક વસ્તુઓ અને સામગ્રી મળી આવી હતી. પહેલા આ ચાર આતંકીઓ શ્રીલંકાના મુસ્લિમ ધર્મના પ્રચારકના સંપર્કમાં આવ્યા હતા. આ ચારેય આતંકીઓ 42 દિવસ માટે મુસ્લિમ પ્રચારક સાથે જોડાયા હતા. બાદમાં આ મુસ્લિમ ધર્મના પ્રચારકે ચારેય આતંકીઓને અબુ પાકિસ્તાનીનો સંપર્ક કરાવ્યો હતો.
ગુજરાત ATSની ત્રણ ટીમો રાજ્ય બહાર તપાસમાં લાગી
ગુજરાત ATSની ટીમે હાઈવે પરના કેમેરાની મદદથી અમદાવાદના ચિલોડા નજીકથી પસાર થયેલા 78000 વાહનોના ડેટા એકત્ર કર્યા છે, આ સાથે 13000 વાહનની તપાસ કરવામાં આવી છે. પંજાબ પાસ્કિતાન બોર્ડર પર હથિયારોનું ડ્રોન લેન્ડિંગ થયાની શક્યતા છે. હવે ગુજરાત ATSની ત્રણ ટીમો દિલ્હી,રાજસ્થાન અને પંજાબમાં તપાસ કરવા રવાના થઇ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.








