આંબેડકર પ્રતિમા ખંડિત કરવા મામલે વધુ 3 આરોપી ઝડપાયા, 2 આરોપીના 29 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે ખોખરા પોલીસે વધુ 3

અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે ખોખરા પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમનું આજે રોડ ઉપર સરઘસ કાઢીને જાહેરમાં માફી મગાવી હતી. આજે ક્રાઈમ બ્રાન્ચને આરોપી ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ગુનો નોંધાયા બાદ આરોપીઓ જુદા જુદા વિસ્તારોમાં નાસતા ફરતા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદઃ બાબાસાહેબ પ્રતિમા ખંડિત કરનારા આરોપીઓનું જાહેર સરઘસ કાઢ્યું, નવી પ્રતિમાનું અનાવરણ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંડિત કરવાના મામલામાં પોલીસે ધરપકડ કરેલા બે આરોપીઓને સેસન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે કોર્ટે આરોપીઓના 29મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ તરફથી કોઈ વકીલ હાજર ન થતાં રિમાન્ડ અરજીની સુનાવણીમાં વિલંબ થવાના કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, તમામ આરોપીઓને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે. જ્યારે કોઈ વકીલ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં સ્ટેટ લીગલ સર્વિસને જાણ કરવાની હોય છે. આરોપી વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. કોર્ટના આદેશ બાદ સેસન્સ કોર્ટ પેનલ એડવોકેટે આરોપીનો પક્ષ રજૂ કર્યો હતો.






