મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે ખસેડ્યો હતો.

પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ખીમત ગામેથી નવરાત્રી જોઈ આ યુવકો પોતાના ગામ ઘાડા પરત ફરી રહ્યા હતા.

મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

બનાસકાંઠાના ધાનેરાના ખીંમત નજીક શનિવારે (પાંચમી ઓક્ટોબર) મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો