મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH : વંથલીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 3 પુરુષોના ઘટનાસ્થળે મોત

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં અક્સ્માતમાં મોતની ઘટનાનો ક્રમ યથાવત છે. ગયા અઠવાડિયે મ

JUNAGADH : વંથલીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 3 પુરુષોના ઘટનાસ્થળે મોત

Junagadh News :  જૂનાગઢ જિલ્લામાં અક્સ્માતમાં મોતની ઘટનાનો ક્રમ યથાવત છે. ગયા અઠવાડિયે માળીયા હાટીના તાલુકાના ચરખડી ગામમાં અકાસ્માતમાં સેનાના જવાનનું મોત થયું હતું, જયારે આજે વંથલી તાલુકામાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 3 પુરુષોના ઘટનાસ્થળે મોત થયા છે. 

વંથલી અને શાપુર વચ્ચેનો બનાવ 

વંથલી તાલુકામાં વંથલી અને શાપુર વચ્ચે  કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે 3 ત્રણ પુરુષોના ઘટનાસ્થળે મોત થયા છે. અકસ્માતમાં પ્રવીણ મકવાણા, રમણીક અખેચા અને સમીર પલેજા નામના ત્રણ પુરુષોના મોત થયા છે. મૃતકો શાપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વંથલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને મોકલવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

માળિયા હાટિના તાલુકાના ચરખડી ગામ નજીક અકસ્માતમાં સેનાના જવાનનું મોત

આ ઘટના ગત 20 ઓગષ્ટે બની હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના  તાલુકાના ચરખડી ગામ નજીક બાઈકના અકસ્માતમાં સેનાના જવાનનું મોત થયું હતું. ત્રિપલ સવારીમાં બાઈક સ્પિડ બ્રેકર ઓળંગવા જતાં આ અકસ્માતમાં સર્જાયો હતો. આ ત્રણેય યુવકો વેરાવળ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે માળિયા હાટિનાના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં બાઈક પર ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન વિશાલકુમાર સુરેન્દ્રભાઈ ગોંડ અને અન્ય બે યુવકો સવાર હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ થતા  માળિયા બાદ કેશોદ રિફર કરાયા હતા, જ્યાં  કેશોદ સરકારી હોસ્પિટલે હાજર ડોકટરે સેનાના જવાન વિશાલકુમારનું મોત થયાનું જાહેર કર્યું હતું. 

આ સમાચાર શેર કરો