મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આંકલાવના કબીરનગર પાસે તળાવમાં 3 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મોત

આણંદ જીલ્લાનાં આંકલાવ દુઃખદ ઘટના બની છે. દિવાળી પર્વ ટાણે જ આંકલાવમાં શોકનો માહોલ છવ

આંકલાવના કબીરનગર પાસે તળાવમાં 3 બાળકો ડૂબ્યા, 2 બાળકોના મોત

આણંદ જીલ્લાનાં આંકલાવ દુઃખદ ઘટના બની છે. દિવાળી પર્વ ટાણે જ આંકલાવમાં શોકનો માહોલ છવાયો છે. આંકલાવ કબીરનગર પાસેના વિસ્તારનાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે જયારે એક બાળક ગંભીર સ્થિતિમાં છે. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

આંકલાવમાં એક સાથે બે બાળકોના તળાવમાં ડૂબવાથી મોત થયા છે. જો કે એક બાળકને ડૂબતા બચાવી લેવાયો છે. ત્રણ બાળકો તળાવ નજીક રમી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. રમતા રમતા ત્રણ બાળકો તળાવ પાસે પહોંચ્યા હતા જ્યાં પગ લપસી જતા ત્રણે બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. જોકે ત્રણ બાળકોમાંથી એક બાળક નજીકમાં હોય તેને બચાવી લેવાયો છે જયારે 2 બાળકોના મોત થયા છે.

બાળકોના માતાપિતા ખેતમજૂરી કરી રહ્યા હતા અને બાળકો તળાવ પાસે રમી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી. એકસાથે કુટુંબી બે બાળકોના મોતથી પરિવારમાં દિવાળી ટાણે શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો