મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadના વસ્ત્રાલમાં આતંક મચાવનાર ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 3ની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી રોડ બાનમાં લેવાને મામલે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છ

Ahmedabadના વસ્ત્રાલમાં આતંક મચાવનાર ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 3ની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી રોડ બાનમાં લેવાને મામલે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસારની ધરપકડ કરી છે. આરોપી પંકજ ભાવસારની સાથે અન્ય બે સાગરીતો ઝડપાયા જેમાં આશુ તિલય અને અશ્વિન ઘાટુંની ધરપકડ કરવામાં આવી. માર્ચ મહિનામાં હોળીના એક દિવસ પહેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્વો ના આતંકનો બનાવ બન્યો હતો. આરોપી બનાવ બાદ 3થી 4 રાજ્યમાં નાસતો ફરતો હતો.

પંકજ ભાવસાર ગેંગ અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે તકરાર હતી. વિસ્તારમાં વર્ચસ્વ બનાવવાનો ઝઘડો બંને ગેંગ વચ્ચે ચાલતો હતો. બનાવ સમયે સવારે સંગ્રામની હત્યાનો પ્રયાસ કર્યો હતો. MP, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા સહિતના રાજ્યમાં આરોપી નાસતો ફરતો હતો અને આખરે ઉત્તરપ્રદેશમાંથી આરોપી પકડાયો. ફરાર 16 આરોપીઓમાંથી માત્ર 03 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ચાર મહિને ઝડપી પાડ્યા છે. હજુ આ કેસમાં 13 આરોપીઓ પોલીસને હાથ તાળી આપી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

13 માર્ચ 2025ના રોજ અમદાવાદના વસ્ત્રાલમાં 20 લોકોના ટોળાએ તલવારો, લાકડીઓ અને લોખંડની પાઇપો વડે રસ્તા પર લોકો પર હુમલો કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ હિંસા પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર નામના બે વ્યક્તિઓ વચ્ચે એક ફૂડ સ્ટોલ ખોલવા અંગેના વિવાદને કારણે થઇ હતી. પંકજ ભાવસારને લાગ્યું હતું કે સિકરવારે તેને સ્ટોલ ખોલવામાં અવરોધ ઊભો કર્યો હતો. જ્યારે સિકરવાર તાજેતરમાં જેલમાંથી છૂટ્યો હતો ત્યારે પંકજ ભાવસારે તેના સાથીઓને સિકરવાર પર હુમલો કરવા મોકલ્યા હતા પરંતુ સિકરવાર ત્યાં ન મળતાં, ટોળાએ રસ્તા પર રાહદારીઓ અને વાહનો પર હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો