મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: S.G હાઇવે પર બનશે 5 નવા ફૂટ ઓવર બ્રિજ

અમદાવાદમાં રાહદારીઓ માટે એસ.જી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. S.G હાઇવે પર 5

Ahmedabad: S.G હાઇવે પર બનશે 5 નવા ફૂટ ઓવર બ્રિજ

અમદાવાદમાં રાહદારીઓ માટે એસ.જી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. S.G હાઇવે પર 5 નવા ફૂટ ઓવર બ્રિજ બનશે  જેમાં થલતેજ અંડરપાસ પાસે (બિનોરી હોટલ), થલતેજ અંડરપાસ (ગ્રાન્ડ ભગવતી), પકવાન ફ્લાય ઓવર (રાજપથ ક્લબ ), વૈષ્ણોદેવી સર્કલ (નિરમા યુનિવર્સિટી), ગોતા ફ્લાયઓવર બાદ બનાવવામાં આવશે, જો કે હાલમાં બ્રિજ અંગે ટેક્નિકલ અપ્રુવલ લેવાનું બાકી છે. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે એસજી હાઇવેની ખામીયુક્ત ડિઝાઈનને લઈને સવાલ પૂછ્યા હતા. શહેરમાં 2 ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયાનો પણ કોર્ટમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવેલા ફૂટ ઓવર બ્રિજનો રિપોર્ટ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો