મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પૂર્ણા નદીના બ્રિજ પર બનાવેલા લોખંડના ગડરને તોડીને ફરાર ટેમ્પો ચાલક ઝડપાયો, પોલીસે નોંધ્યો ગુનો

પુર્ણા નદી ગુજરાતમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મ

પુર્ણા નદી ગુજરાતમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિવિધ નદીઓમાં પૂર આવ્યા છે, અને નદીઓ બે કાંઠે વહી રહી છે. પૂર્ણા નદી પર બનાવેલા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પ્રતિંબધના લોખંડના ગડરને તોડીને ફરાર થયેલા ટેમ્પો ચાલકની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે CCTVના આધારે ટેમ્પો ચાલકને શોધીને ઝડપી પાડ્યો

મળતા અહેવાલ પ્રમાણે સવારે 6 ક્લાકે ટેમ્પો ચાલકે આમરી ગામ તરફ વાહને બેદકારી પૂર્વક ચલાવ્યું હચું અને લોખંડના ગડરને તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે CCTVના આધારે ટેમ્પો ચાલકને શોધીને ઝડપી પાડ્યો હતો.  NHAI ના કર્મચારીના ફરિયાદના આધારે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો