મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, પોટલા બનાવી કચરો ભરનારા રાજસ્થાની વેપારી સહિત 3 પકડાયા

દેશની શાન ગણાતા તિરંગાનું અપમાન કરવાની ઘટનાને પગલે શહેરનાં જાગૃત નાગરિકો દ્વાર

સુરતમાં રાષ્ટ્રધ્વજનું અપમાન, પોટલા બનાવી કચરો ભરનારા રાજસ્થાની વેપારી સહિત 3 પકડાયા

દેશની શાન ગણાતા તિરંગાનું અપમાન કરવાની ઘટનાને પગલે શહેરનાં જાગૃત નાગરિકો દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાપોદ્રા ખાતે રસ્તા પર બંધ હાલતમાં ઉભેલ ટ્રકના પાછળના ભાગે રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલ પોલીસ દ્વારા ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછને અંતે પાંડેસરાથી વધારાના કાપડને રાષ્ટ્રધ્વજના પોટલા બનાવીને ટ્રકમાં લોડ કરનાર વેપારી સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાષ્ટ્રધ્વજનું અપમાન

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમિયાન ટ્રક ચાલકનું નામ કુરબાનખા હનિફખા હોવાનું જાણવા મળ્યું હતું. જેણે પુછપરછ દરમિયાન પાંડેસરાના બમરોલી ખાતે કપડાઓનો વધારાનો કચરો જે અન્ય સામગ્રીમાં વાપરી શકાય તે મંગાવીને રાજસ્થાન લઈ જવા માટે કાપડના વધારાના જથ્થાનો પોતે પોટલા બનાવી ટ્રકમાં લોડ કરેલ હોવાનું કહ્યું હતું. જેના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ટ્રક ચાલક સહિત તેના સહયોગી અયુબખા દરીયામખા અને કાપડ ખરીદનાર હંસરાજ રામચંદ્ર પ્રજાપતિ વિરૂદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવાને બદલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોટલામાં વેસ્ટેજ ભરાયેલું હતુ

પુણા ગામ ખાતે રહેતા તુષાર સોલંકી ગત રોજ પોતાના ઘરેથી મિત્ર સાથે કાપોદ્રા ખાતે આવેલ ગિરનાર ઝુંપડપટ્ટી મામાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના મિત્ર દિનેશ દેસાઈના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રકમાં રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાષ્ટ્ર ધ્વજના ધરાર અપમાનને કારણે ચોંકી ઉઠેલા તુષાર સોલંકીએ તાત્કાલિક 100 નંબર પર પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે ઘસી આવી હતી. 

આ સમાચાર શેર કરો